મહેન્દ્ર સિંહ ધોની લેહમાં રચી શકે ઈતિહાસ, 15 ઑગસ્ટે ફરકાવી શકે તિરંગો

09 August, 2019 04:52 PM IST  |  શ્રીનગર

મહેન્દ્ર સિંહ ધોની લેહમાં રચી શકે ઈતિહાસ, 15 ઑગસ્ટે ફરકાવી શકે તિરંગો

મહેન્દ્ર સિંહ ધોની લેહમાં રચી શકે ઈતિહાસ

આ વખતે સ્વતંત્રતા પર્વ ધોની માટે ખાસ બની શકે છે. લેફ્ટનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની આ વખતે 15 ઑગસ્ટે કશ્મીરમાંથી અલગ થઈને કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લેહમાં તિરંગો ફરકાવી શકે છે. ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ ધોની હાલ જમ્મૂ કશ્મીરના પુલવામાં જિલ્લાના ખૂરેમાં તહેનાત છે. હાલ તે પોતાની પ્રાદેશિક સેના સાથે છે.

આ સેના દક્ષિણ કશ્મીરમાં તહેનાત છે. જેની સાથે ધોની 30 જુલાઈએ જોડાયા હતા. રક્ષા સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ધોની 10 તારીખે પોતાની રેજિમેન્ટ સાથે લેહની યાત્રા કરવાના છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'ધોની સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાના એકમના સભ્યોને પ્રેરિત કરવામાં લાગ્યા છે અને સૈનિકો સાથે તે ફૂટબૉલ કે વોલીબૉલ રમતા જોવા મળે છે. તેઓ યુદ્ધનો અભ્યાસ પણ કરી રહ્યા છે. તે 15 ઑગસ્ટ સુધી ઘાટીમાં રહેશે.' જો કે એ નથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે ધોની ક્યા તિરંગો લહેરાવશે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 15 ઑગસ્ટે જમ્મૂ કશ્મીરના દરેક ગામમાં તિરંગો ફરકાવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.


જમ્મૂમાં છે ધોની
જમ્મૂ કશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યની સ્થિતિને જોતા જ્યાં દેશ વિદેશના પર્યટકો અને શ્રદ્ધાળુઓ પાછા જઈ રહ્યા છે, ત્યારે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને માનદ લેફ્ટનન્ટ કર્નલ ધોની કશ્મીરના રક્ષક બનીને પોતાની ફરજ પુરી કરી રહ્યા છે. તેઓ જવાનોનો ઉત્સાહ વધારતા પણ નજર આવે છે.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

ધોની સામાન્ય સૈનિકની જેમ જ રહે છે. ધોનીને રહેવા માટે 10 ફૂટનો રૂમ આપવામાં આવ્યો છે એટલુ જ નહી સુવા માટે કિંગસાઈઝ બેડ નહી પરંતુ સામાન્ય પથારી આપવામાં આવી છે. ધોની સૈન્યની ડ્યૂટીમાં સાથ આપવા માટે નિર્ધારિત સમય પર સવાર અને સાંજ પીટી પણ કરે છે. ક્રિકેટની જગ્યાએ વૉલીબોલ રમે છે. ધોની પણ એક સૈન્યના અધિકારીની જેમ તેના નવા ટાસ્કની મજા ઉઠાવી રહ્યો છે. ધોની તેના બૂટ ચમકાવા સુધીના તમામ કામ જાતે કરે છે. ધોની તેના બધા જ ટાસ્કનું રિપોર્ટીંગ તેના વરિષ્ઠ અધિકારીઓને સમયસર કરે છે.

ms dhoni jammu and kashmir leh