દેશમાં પહેલી વાર સોશિયલ મીડિયાના માધ્યમથી RTI મામલાનું નિમંત્રણ

02 December, 2019 03:08 PM IST  |  Bhopal

દેશમાં પહેલી વાર સોશિયલ મીડિયાના માધ્યમથી RTI મામલાનું નિમંત્રણ

રાહુલ સિંહ

RTI અંતર્ગત જાણકારી લેવા માટે આવેદકોના ચપ્પલ ઘસાઈ જાય છે. પરંતુ દેશમાં પહેલી વાર એક નવો પ્રયોગ કરતા મધ્યપ્રદેશના સૂચના આયુક્ત રાહુલ સિંહ મહીનાઓમાં થતા કામને કેટલાક કલાકોમાં અંજામ આપી રહ્યા છે. સિંહની કાર્યશૈલી હાલમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેઓ ટ્વિટરના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવી રહીએ છે. સાથે જ ફોન પર સુનાવણી કરી અધિકારીઓ દ્વારા કરેલી કાર્રવાઈની વ્હોટ્સએપના માધ્યમથી સુનાવણી કરવામાં આવે છે.

ટ્વિટર પર થઈ હતી ફરિયાદ
કાયદા અંતર્ગત 30 દિવસમાં જાણકારી આપવાની જોગવાઈ છે. અધિકારીઓની લાપરવાહીના કારણે અનેક મહિનાઓ સુધી ચાલ્યા કરે છે. આવા પહેલાના મામલાના સૂચના આયુક્ત રાહુલ સિંહે ટ્વિટર પર મળેલી ફરિયાદમાં રાહુલ સિંહે ટ્વિટર પર મળેલી ફરિયાદના પ્રમાણે દોષી અધિકારીઓની સામે કાર્યવાહી કરી હતી.

આવું પરેશાન કર્યા અપીલકર્તા
દુબેએ આ પ્રકરણમાં રીવામાં જળસંસાધન વિભાગમાં જોડાયેલી જાણકારી માંગી હતી. તેમની અપીલને મુખ્ય અભિયંકાના કાર્યાલયે કાર્યપાલન યંત્રીના કાર્યાલયમાં ટ્રાન્સફર કરી દીધી હતી. અપીલકર્તા મનોજ દુબે જ્યારે પણ કાર્યાલય જતા તો તેમને કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો મળતો.  બાદમાં મુશ્કેલીથી અધિકારી મળ્યા હતો તેમણે 2 રૂપિયાનું ચલાન જમા કરાવવાનું કહ્યું. અપીલ કરતાએ કેશમાં આપવાનું કહ્યું તો ના પાડી, ત્યારે અરજીકર્તાએ તેનો વીડિયો બનાવી લીધો અને તેને ટ્વિટર પર પોસ્ટ કર્યું. જેનું રાહુલ સિંહ સંજ્ઞાન લેતા કાર્યવાહી કરી.

દોષી અધિકારી પર કાર્યવાહી
સૂચના આયુક્તે ફરિયાદ પર કાર્રવાઈ કરતા મધ્યપ્રદેશના જલ સંસધાન વિભાગના અધિકારી સામે શો કોઝ નોટિસ જાહેર કરી છે. સાથે જ ફરિયાદીને બે હજારનું વળતર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યું છે.

વ્હોટ્સએપના માધ્યમથી નિરાકરણ
વધુ એક મામલામાં રીવાના રામાવતર નામના એક વિદ્યાર્થીઓ પોતાના માર્કશીટ માટે RTIની અરજી લગાવી હતી. આ મામલે રાહુલ સિંહે આવેદકને વ્હોટ્સએપના માધ્યમથી આદેશ આપ્યો અને તેની પ્રિન્ટ આઉટને લઈને અધિકારીઓને મળવાનું કહ્યું. 15 જ દિવસમાં વિદ્યાર્થીને તેની માર્કશીટ મળી ગઈ.

આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

પોતાના આ પ્રયોગ વિશે દેશના સૌથી યુવા સૂચના આયુક્ત રાહુલ સિંહનું કહેવું છે કે, "અમે મામલાની સંવેદનશીલતાને જોતા તેના પર કાર્રવાઈ કરવામાં આવી છે. કેટલાક મામલામાં જાણકારી માંગનાર ખૂબ જ પરેશાન હોય છે. અને અધિકારીઓના વલણથી તેમની પરેશાની વધી જાય છે."

madhya pradesh