MP Floor Test: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે આપ્યું રાજીનામું

20 March, 2020 01:14 PM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

MP Floor Test: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે આપ્યું રાજીનામું

કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યો

મધ્યપ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી ચહલપહલ થઇ રહી હતી પણ આખરે કમલ નાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસની પાંખી બહુમતી આમે ય 22 સાસંદોના રાજીનામા પછી નહી જેવી થઇ ગઇ એટલે કમલનાથ પાસે આમ પણ આદરપૂર્વક રાજીનામું આપવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો નહોતો તેવું તેમના પક્ષનું પણ માનવું હતું. કોંગ્રેસે પક્ષ છોડીને ગયેલા સાંસદોને જીતવા માટે ભારે ગલ્લાતલ્લાં કર્યાં જે હાઇપ્રોફાઇલ બળવાખોર જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે જ પક્ષ છોડીને ચાલ્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ મધ્યપ્રદેશમાં પરિસ્થિત ઘણી તંગ હતી, ફ્લોર ટેસ્ટ પહેલાં જ કમલનાથનું રાજીનામું ભાજપા પર આકરા પ્રહારો બાદ થોડો સમય પહેલાં જ જાહેર કરાયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કલમનાથે ભાજપાની ટિકા કરતા કહ્યું કે ભાજપા પાસે કામ કરવાનાં 15 વર્ષ હતા પણ મને 15 મહિના જ મળ્યા. લોકશાહીની હત્યા કરવા બદલ લોકો ભાજપાને ક્યારેય માફ નહીં કરે. 

Kamal Nath bharatiya janata party congress bhopal