કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીમાં કૉંગ્રેસ

27 December, 2018 06:50 PM IST  | 

કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીમાં કૉંગ્રેસ

કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીમાં કૉંગ્રેસ

કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર મુશ્કેલીમાં જણાઈ રહી છે. કર્ણાટકમાં સરકારમાં મચેલી ખેંચતાણ વચ્ચે ભાજપના ધારાસભ્ય ઉમેશ કટ્ટીએ દાવો કર્યો છે કે સતા પર રહેલા કૉંગ્રેસ-જનતા દળ(એસ)ના 15 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. જો તેઓ ભાજપનો સાથે દે છે તો પાર્ટી તેમનું સ્વાગત કરશે. જો કે કૉંગ્રેસે ભાજપના આ દાવાને ફગાવ્યો છે.

મધ્યપ્રદેશ સરકાર સામે મોરચો

મધ્યપ્રદેશમાં સરકાર બન્યાના બે અઠવાડિયામાં જ કૉંગ્રેસના બે ધારાસભ્યો એદલ સિંહ કંષાના અને ડૉ. હીરા અલાવાએ મંત્રી ન બનાવવામાં આવતા સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કંષાનાએ તો સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ICCના પ્રભારી મહાસચિવ દીપક બાબરિયા પર હુમલો કર્યો છે. ત્યાં જ ડૉ. અલાવાએ વચન પૂર્ણ ન કરવામાં આવતા રાહુલ ગાંધી પાસેથી સમય માંગ્યો છે.

કર્ણાટકમાં મુશ્કેલીમાં સરકાર!

કર્ણાટમાં ઘણા નાટકીય વળાંકો અને ઘટના બાદ સરકાર બની હતી. જો કે હવે તેમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. આઠ વાર ધારાસભ્ય રહી ચુકેલા કટ્ટીએ દાવો કર્યો છે કે ભાજપ આવતા અઠવાડિયાએ સરકાર બનાવશે. મંત્રીપદ ન મળતા કૉંગ્રેસના નેતાઓએ નેતૃત્વ અને સરકારની સામે ખુલ્લેઆમ નિવેદનો આપ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રમેશ જારકિહોલી પણ મંત્રી ન બનાવવામાં આવતા નારાજ છે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની ધમકી સુધ્ધા આપી દીધી છે. જો કે કૉંગ્રેસે આ તમામ આરોપોને ફગાવ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમની સરકારને ઉથલાવવાની કોઈ જ યોજના નથી. તેઓ વિપક્ષમાં જ રહેશે.

નારાજ ધારાસભ્યો ખુલીને આવ્યા સામે

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બની તો ગઈ પરંતુ તેની હાર આસાન નથી. ધારાસભ્યોને મંત્રીપદ ન મળતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી અને મંગળવારે તેમએ ભારે હંગામો પણ કર્યો. પ્રદર્શનકારીઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસ સુધી ન પહોંચી જાય તે માટે મહેલની આસપાસ સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ફઈ-ભત્રીજો બગાડશે ખેલ?

સાથે સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પોતાના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નારાજ છે અને કૉંગ્રેસ સામે મોરચો માંડી દીધો છે. જેના કારણે 2019માં મહાગઠબંધન માટે રસ્તો આસાન નહીં હોય. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, જ્યાં નથી માયાવતીનો સાથ કે નથી અખિલેશનો.

કર્ણાટકમાં ડેમેજ કંટ્રોલ

કર્ણાટક કૉંગ્રેસમાં મચેલા ઘમાસાણ વચ્ચે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ બેંગલુરુ પહોંચ્યા છે. સ્થિતિનો ક્યાસ કાઢવા તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ દિનેસ ગુંડૂરાવ અને જળ સંસાધન મંત્રી ડીકે શિવકુમાર સાથે બેઠક કરી. અને સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેની ચર્ચા કરી.

karnataka madhya pradesh congress bharatiya janata party