ઇલાહાબાદ હાઈકૉર્ટમાંથી 3 મહિનામાં ખસેડો મસ્જિદ, SC આપ્યો કડક આદેશ

13 March, 2023 05:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે જો આજથી ત્રણ મહિનાની અંદર તમે મસ્જિદને નહીં ખસેડો તો પછી ઑથૉરિટીઝને આ છૂટ હશે કે તેને પાડી દેવામાં આવે.

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

ઈલાહાબાદ હાઈકૉર્ટના પરિસરમાં બનેલી મસ્જિદને ખસેડવા માટે સુપ્રીમ કૉર્ટે 3 મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કૉર્ટે ઇલાહાબાદ હાઈકૉર્ટના તે નિર્ણયને જાળવી રાખતા આ આદેશ આપ્યો છે, જેમાં તેણે પોતાના પરિસરમાં મસ્જિદ ખસેડવા માટે કહ્યું હતું. કૉર્ટે વક્ફ મસ્જિદ હાઈકૉર્ટ અને યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બૉર્ડ તરફથી દાખલ અરજીઓને રદ કરી દીધી અને કહ્યું કે તમને મસ્જિદ ખસેડવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે જો આજથી ત્રણ મહિનાની અંદર તમે મસ્જિદને નહીં ખસેડો તો પછી ઑથૉરિટીઝને આ છૂટ હશે કે તેને પાડી દેવામાં આવે.

આ સિવાય બેન્ચે અરજીકર્તાઓને આ અનુમતિ પણ આપી કે તે ઉત્તર પ્રદેશ સરકારને અરજી આપીને મસ્જિદ માટે વૈકલ્પિક ભૂમિ ઉપલબ્ધ કરાવવાની માગ કરે. બેન્ચે કહ્યું કે રાજ્ય સરકાર નિયમ પ્રમાણે તમારી માગ પર વિચાર કરી શકે છે. બેન્ચે કહ્યું કે હાઈ કૉર્ટ પરિસરમાં સ્થિત મસ્જિદ સરકારની લીઝવાળી જમીન પર સ્થિત હતી. તેની લીઝ 2002માં કેન્સલ થઈ ગઈ હતી. ત્યાર બાદ 2004માં આ જમીન હાઈકૉર્ટને આપી દેવામાં આવી હતી જેથી તે પોતાના પરિસરનો વિસ્તાર કરી શકે.

સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, મસ્જિદ પાસે જમીનનો કોઈ કાયદાકીય અધિકાર નથી
સુપ્રીમ કૉર્ટે કહ્યું કે હાઈકૉર્ટે 2012માં પોતાની જમીન પાછી માગી હતી. આ મામલે મસ્જિદનો કોઈ કાયદાકીય અધિકાર નથી. એવામાં અમે હાઈકૉર્ટના નિર્ણય પર કોઈ દખલ નહીં આપી શકીએ. જણાવવાનું કે અભિષેક શુક્લા નામના એડવોકેટની અરજી પર ઇલાહાબાદ હાઈકૉર્ટે મસ્જિદ ખસેડવાના આદેશ આપ્યા હતા. તો મસ્જિદના પક્ષમાં બોલતા કપિલ સિબ્બલે કહ્યું કે ઇલાહાબાદ હાઈકૉર્ટની ઈમારત 1861માં તૈયાર થઈ હતી. ત્યાર બાદથી જ મુસ્લિમ વકીલ, ક્લર્ક અને ક્લાઈન્ટ ઉત્તર ખૂણે શુક્રવારે નમાજ પઢવા જતા હતા. પણ આ જગ્યા પર પછીથી જજના ચેમ્બર બની ગયા.

આ પણ વાંચો : સમલૈંગિક વિવાહ મામલે 5 જજની સંવિધાન પીઠ કરશે સુનાવણી, થશે લાઈવ સ્ટ્રીમિંગ

કપિલ સિબ્બલે મસ્જિદ ખસેડવાની વાતનો કર્યો વિરોધ
જો કે, મુસ્લિમ વકીલોની માગ પર હાઈકૉર્ટે દક્ષિણી ભાગ પર એક જગ્યા નમાજ માટે આપી દીધી. અહીં પછીથી મસ્જિદ બની ગઈ, પણ આ જમીનની લીઝ ખતમ કર્યા બાદ મસ્જિદ ખસેડવાની પણ માગ થઈ રહી છે, જે ખોટી છે. તેમણે કહ્યું કે જે મસ્જિદ ખસેડવાની વાત થઈ રહી છે, તે તો ઇલાહાબાદ હાઈકૉર્ટ પરિસરની બહાર રોડની સાઈડમાં બનેલી છે. એવામાં એ કહેવું ખોટું હશે કે આ મસ્જિદ હાઈ કૉર્ટના પરિસરની અંદર બનેલી છે.

allahabad national news supreme court