દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 67,152 : મૃત્યુઆંક 2206એ પહોંચ્યો

12 May, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 67,152 : મૃત્યુઆંક 2206એ પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના લૉકડાઉન-૩ની મુદત ૧૭ મેના રોજ પૂરી થઈ રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પાંચમી વખત રાજ્યોના સીએમ સાથે બેઠક યોજીને લૉકડાઉન ઘટાડવું કે વધારવું એ વિશે વિચારવિમર્શ હાથ ધર્યો હતો. તો બીજી તરફ આજે એટલે કે ૧૨મીથી સ્પેશ્યલ ટ્રેનો દિલ્હીથી વિવિધ શહેરો વચ્ચે શરૂ થઈ રહી છે. ૩-૩ લૉકડાઉન છતાં ભારતમાં કોરોના પૉઝિટિવના કેસમાં વધારો થયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રેકૉર્ડબ્રેક સમાન ૪૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું કે હવે ભારતમાં કોરોના વાઇરસ પૉઝિટિવ કેસની સંખ્યા વધીને ૬૭,૧૫૨ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૪૨૧૩ કેસ સામે આવ્યા છે. ૨૪ કલાકમાં ૧૧૧ લોકોનાં મોત થયાં જેમાં મુંબઈમાં સૌથી વધુ ૫૩ દરદીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને ૨૨૦૬ થઈ ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને ૬૭,૧૫૨ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ મુજબ ગયા ૨૪ કલાકમાં ૪૨૧૩ નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. કુલ પૉઝિટિવ કેસની સંખ્યા વધીને ૪૪,૦૨૯ અને સક્રિય કેસ ૨૦,૯૧૭ છે.

સોમવારે રાજસ્થાનમાં ૮૪, આંધ્ર પ્રદેશમાં ૩૮, હરિયાણામાં ૨૮, ઓડિશામાં ૧૪ અને કર્ણાટકમાં ૧૦ કેસ સામે આવ્યા છે. આ પહેલાં રવિવારે એક દિવસમાં સૌથી વધારે ૪૨૯૬ નવા દરદીઓ નોંધાયા હતા. જોકે આ દિવસે સૌથી વધારે ૧૬૬૮ લોકો સાજા પણ થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૬૭,૧૫૨ દરદીઓ છે. ૪૪,૦૨૯ લોકોની સારવાર ચાલી રહી છે.

new delhi national news coronavirus covid19