૨૪ કલાકમાં કોરોનાના ૧.૫૨ લાખથી વધુ કેસ

12 April, 2021 11:11 AM IST  |  New Delhi | Agency

પ્રથમ વાર ઍક્ટિવ કેસ વિક્રમી ૧૧ લાખના સ્તરે

પ્રતીકાત્મક તસવીર

એક દિવસમાં કોરોના વાઇરસના નવા કેસ ફરી એક વાર વિક્રમી સપાટીએ નોંધાતાં ગઈ કાલે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧,૫૨,૮૭૯ નવા કેસ નોંધાવા સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૧,૩૩,૫૮,૮૦૫ પહોંચ્યો હતો. આ સાથે જ કોરોના વાઇરસના ઍક્ટિવ કેસનો આંકડો મહામારીના પ્રારંભથી અત્યાર સુધીના વિક્રમી સ્તરે એટલે કે ૧૧ લાખને પાર પહોંચ્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. ગઈ કાલે એક દિવસમાં ૮૩૯ લોકોનાં મૃત્યુ થતાં મરણાંક ૧.૨૭ ટકા ઘટીને ૧,૬૯,૨૭૫ પર પહોંચ્યો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવાયું હતું. 
ગઈ કાલે સતત ૩૨મા દિવસે ઍક્ટિવ કેસમાં વધારો નોંધાતાં દેશમાં કુલ ઍક્ટિવ કેસ  ૧૧,૦૮,૦૮૭  પહોંચ્યા હતા, જે કુલ કેસલોડના ૮.૨૯ ટકા હતા. દરમ્યાન ૧,૨૦,૮૧,૪૪૩  લોકોએ રિકવરી પ્રાપ્ત કરતાં રિકવરી રેટ ઘટીને ૯૦.૪૪ ટકાએ પહોંચ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. 

national news coronavirus covid19