મોનસૂન અપડેટ: દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી

13 September, 2019 12:43 PM IST  |  નવી દિલ્હી

મોનસૂન અપડેટ: દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી

મોનસૂન અપડેટ

દેશથી મૉનસૂન સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વિદાઈ લઈ લે છે. પરંતુ આ સમયે સપ્ટેમ્બર મહિનાના પહેલા 13 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ હાલ પણ કેટલાક રાજ્યોમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમ સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. હવામાન વિભાગના મુજબ પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ. ઑડિસ્સા અને મેઘાલયમાં પૂરો દિવસ વરસાદ થઈ શકે છે.

મધ્યપ્રદેશ, ગુજરાતમાં થઈ રહ્યો છે ભારે વરસાદ

મૉનસૂનનો ભલે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. એમપીના કેટલાક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે, ત્યાં કેટલાક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો છે. ત્યાં બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો : વિક્રમ લેન્ડરને લઈને મળી શકે ખુશખબરી, ઈસરોની સાથે નાસા પણ જોડાયું

જણાવી દઈએ કે આ સમયે કેટલાક રાજ્યોમાં વરસાદે કહેર મચાવી રાખ્યો છે. એમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગુજરાત, બિહાર સહિત અન્ય રાજ્ય સામેલ છે.

national news Gujarat Rains maharashtra