દુનિયામાં સૌથી સુખી ભારતના મુસ્લિમ, કારણ અમે હિન્દુ છીએ -મોહન ભાગવત

14 October, 2019 12:18 PM IST  |  ભુવનેશ્વર

દુનિયામાં સૌથી સુખી ભારતના મુસ્લિમ, કારણ અમે હિન્દુ છીએ -મોહન ભાગવત

મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે દુનિયામાં સૌથી સુખી મુસલમાન ભારતમાં મળશે, કારણ કે આપણે હિન્દુ છીએ. નિવેદનમાં સંઘપ્રમુખે કહ્યું કે મારે-મારે યહૂદી ફરતા હતા, એકલું ભારત છે જ્યાં તેમને આશ્રય મળ્યો. પારસીની પૂજા અને મૂળ ધર્મ સુરક્ષિત માત્ર ભારતમાં છે. વિશ્વમાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. આવું કેમ છે? કારણકે આપણે હિન્દુ છીએ?

આની પહેલાં તેમણે કહ્યું કે આપણી ઉન્નતિ અંગ્રેજોના લીધે થઈ એ કહેવું ખોટું છે. આપણે કલાસલેસ સોસાયટીની સ્થાપના વેદોના આધાર પર કરી શકીએ છીએ. હિન્દુ કોઈ ભાષા કે પ્રાંત નથી, આ એક સંસ્કૃતિ છે જે ભારતના લોકોનો સાંસ્કૃતિક વારસો છે.
તેમણે કહ્યું કે આરએસએસનું લક્ષ્ય માત્ર હિન્દુ સમુદાયને બદલવાનું નથી, પરંતુ દેશમાં આખા સમાજને સંગઠિત કરવાનો છે. સાથોસાથ હિન્દુસ્તાનને શ્રેષ્ઠ ભવિષ્યની તરફ લઈ જવાનું છે. બુદ્ધિજીવીઓની સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે સૌથી સારી રીત એ છે કે સારા વ્યક્તિ તૈયાર કરો જે સમાજ અને દેશને બદલવામાં અગત્યની ભૂમિકા નિભાવી શકે.

સંઘપ્રમુખે સમાજમાં બદલાવને જરૂરી ગણાવ્યો અને કહ્યું કે ૧૩૦ કરોડ લોકોને બદલવા શકય નથી. તેમણે કહ્યું કે તેના માટે સારી વ્યક્તિ તૈયાર કરવી જરૂરી છે, જે સ્વચ્છ ચરિત્રનો હોય અને દરેક શેરી - દરેક કસબામાં નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતો હોય.
આ અમારી ઈચ્છા છે કે આરએસએસનો થપ્પો હટી જાય અને આરએસએસ તથા સમાજ એક સમૂહ તરીકે કામ કરે. ચાલો તમામ શ્રેય સમાજને આપીએ. ભારતની વિવિધતાની પ્રશંસા કરતાં તેઓએ કહ્યું કે સમગ્ર દેશ એક સૂત્રથી બંધાયેલો છે. તેઓએ કહ્યું કે ભારતના લોકો વિવિધ સંસ્કૃતિ, ભાષાઓ, ભૌગોલિક સ્થાનો હોવા છતાં પોતાને એક માને છે.

આ પણ જુઓઃ  90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

ઉલ્લેખનીય છે કે સંઘપ્રમુખ નવ દિવસના પ્રવાસે ઓરિસાના સતરૂદે પહોંચ્યા છે. આ દરમ્યાન ૧૭થી ૨૦ ઑક્ટોબર સુધી કાર્યકારી મંડળની બેઠક થશે. જેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને ટ્રિપલ તલાક બિલ જેવા કેન્દ્ર સરકારના પગલાં પર ચર્ચા થવાની આશા છે.

mohan bhagwat rashtriya swayamsevak sangh national news