લોકોના નિર્ધારથી જ ૩૭૦મી કલમ નાબૂદ કરી શકાઈઃ મોહન ભાગવત

16 August, 2019 11:51 AM IST  |  નાગપુર

લોકોના નિર્ધારથી જ ૩૭૦મી કલમ નાબૂદ કરી શકાઈઃ મોહન ભાગવત

મોહન ભાગવત

સમગ્ર ભારતીય સમાજના દૃઢ નિર્ધારને કારણે બંધારણની ૩૭૦મી કલમ નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનું શક્ય બન્યું હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગઈ કાલે જણાવ્યું હતું. ભાગવતે આવો મહત્ત્વનો નિર્ણય લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મનોબળને પણ બિરદાવ્યું હતું. દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિને સંબોધન કરતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે ‘જનતાના દૃઢ નિર્ધારથી અશક્ય બાબત પણ શક્ય બને છે. દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો આજનો દિવસ છે.

આપણે આઝાદીનાં જે ફળો માણીએ  છીએ એ ફળો એ રાજ્ય(જમ્મુ-કાશ્મીર)ના લોકો પણ માણે એવું આપણે ઇચ્છીએ છીએ. એ રાજ્યના નાગરિકોને પણ બંધારણ હેઠળ સમાન અધિકારો મળવા જોઈએ. આ ઉદ્દેશ માટે આપણે મનોબળ દાખવતાં આપણા નેતાઓને એ દિશામાં કામ કરવાનું મનોબળ પ્રાપ્ત થયું છે. જે અંગ્રેજ સામ્રાજ્યનો અંત અશક્ય મનાતો હતો, એ સામ્રાજ્ય સામે પોતાની ક્ષમતાઓના બળને આધારે વિજય પ્રાપ્ત કરવાનો આનંદ પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વેળા લોકોમાં જોઈ શકાતો હતો.’  

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

મોહન ભાગવતે નાગપુરના હેડગેવાર સ્મૃતિ મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. શહેરના મહાલ વિસ્તાર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મથકે સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

mohan bhagwat national news