08 May, 2025 12:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ઈડન ગાર્ડન્સ
ભારતે પાકિસ્તાનમાં ઍર સ્ટ્રાઇક કર્યાના ગણતરીના કલાકમાં ગઈ કાલે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી ઈ-મેઇલ મળી હતી. આ ઈ-મેઇલ પાકિસ્તાનના નામથી મોકલવામાં આવી હતી. આથી ગુજરાત ક્રિકેટ અસોસિએશને (GCA) આ ધમકીને ગંભીરતાથી લઈને સ્ટેડિયમની સિક્યૉરિટીમાં વધારો કરવાની સાથે સઘન તપાસ કરી હતી. પાકિસ્તાન જેકેના નામથી GCAને આવેલી ઈ-મેઇલમાં ‘We Will Blast Your Studium’ લખવામાં આવ્યું હતું.
આવી જ રીતે ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી ઈ-મેઇલ ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલને મળી હતી. ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે IPLની મૅચ રમાઈ રહી હતી એ સમયે જ ધમકી મળતાં સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને મૅચ જોવા ગયેલા દર્શકોની તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.