ડેટા પ્રોટેક્શન અને સાઇબર ક્રાઇમ દેશ માટે પડકાર: મોદી

23 February, 2020 07:31 AM IST  |  New Delhi

ડેટા પ્રોટેક્શન અને સાઇબર ક્રાઇમ દેશ માટે પડકાર: મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન (આઇજેસી)માં સામેલ થયા હતા. મોદીએ કહ્યું કે દેશ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી મનાવી રહ્યો છે, જ્યારે તેમણે તેમના જીવનનો પહેલો કેસ લડ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને આ માટે કમિશન આપવું પડશે. ત્યારે તેમણે કહ્યું હતું કે કેસ મળે કે ન મળે, હું કમિશન નહીં આપું. ભારતીય સમાજમાં રૂલ ઑફ લૉ સામાજિક સંસ્કાર છે. ગાંધીજીને આ સંસ્કાર પરિવારમાંથી મળ્યા છે.

વડા પ્રધાને કહ્યું, આપણું બંધારણ સમાનતાના અધિકાર અંતર્ગત લૈંગિક સમાનતાને મજબૂતી આપે છે. પહેલી વાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધારે થઈ ગઈ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી કોર્ટની કાર્યપ્રણાલી સરળ બનશે.

એ સિવાય ડેટા પ્રોટેક્શન અને સાઇબર ક્રાઇમ જેવા મુદ્દા કોર્ટ સામે પડકાર ઊભો કરી રહ્યા છે. આ કૉન્ફરન્સમાં આવા ઘણા મુદ્દે ચર્ચા થશે અને નવાં સમાધાન સામે આવશે.

narendra modi new delhi national news