ચીનની આયાત ઉપર નિયંત્રણ મૂકતા ડ્રેગનને રૂ.2000 કરોડનું નુકસાન થશે

25 August, 2020 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ચીનની આયાત ઉપર નિયંત્રણ મૂકતા ડ્રેગનને રૂ.2000 કરોડનું નુકસાન થશે

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

મોદી સરકાર(Modi Government) ચીન(china)ની આયાત(Import) ઉપર નિયંત્રણ મૂકવાની તૈયારીમાં છે. પહેલા જ ભારત સરકારે ચાઈનીઝ એપ્સ(Chinese applications) ઉપર પ્રતિબંધ(Ban) મૂક્યો છે. હવે ચીનના રમકડાની આયાત ઉપર પણ નિયંત્રણ લાવવા માટે સરકાર રૂપરેખા બનાવી રહી છે. પરિણામે ચીનને રૂ.2000 કરોડ જેટલું નુકસાન થઈ શકે છે.

ભારતમાં આયાત થતા કુલ રમકડામાં 80 ટકા હિસ્સો ચીનનો છે. અંદાજે રૂ.2000 કરોડના રમકડાની આયાત ભારત ચીનથી કરે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે, ચીન ખરાબ ગુણવત્તાના રમકડા ભારતમાં મોકલે છે. ક્વોલિટી કંટ્રોલમાં ચીનના રમકડા ફેલ છે.

આગામી દિવસોમાં ચીનના રમકડાંની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જણાયું કે ચીનના રમકડાં ભારતના સ્ટાન્ડર્ડના હિસાબે સંપૂર્ણ ફેલ છે. બાળકો માટે આ રમકડાં અસુરક્ષિત સાબિત થાય છે.

ચીનથી પ્લાસ્ટીકના રમકડાંની સૌથી વધુ આયાત થાય છે. રમકડાંમાં વપરાતું પ્લાસ્ટીક બાળકો માટે જોખમી છે. નાના બાળકો રમકડાને મોઢામાં લેતા હોય છે તેથી આ બાળકો માટે આ રમકડાં નુકસાનકારક છે. રમકડામાં જે રંગનો ઉપયોગ થાય છે તેમ પણ ક્વૉલિટીનો હોય છે જેથી બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તેમ જ ચીનના રમકડાંમાં ફિનીશિંગ નથી, જેથી બાળકોને ઘા લાગી શકે છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપતા સ્થાનિક રમકડાની માગમાં વધારો થઈ રહ્યો છે. લાકડી અને માટીના રમકડાઓનું ઉત્પાદન વધી રહ્યું છે.

જોકે ભારતાન રમકડા ઉદ્યોગ સામે ઘણા પડકારો છે. પહેલુ એ કે રમકડા સસ્તા બનાવવા. આજકાલના છોકરાઓ રિમોટવાળા કે બેટરીથી ચાલતા રમકડા વધુ પસંદ કરે છે. આમાં સેન્સર, રિમોટ અને બેટરી જેવી સામગ્રી સસ્તી નથી હોતી. આથી જ વડાપ્રધાન મોદી પારંપારિક રમકડાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે.

national news international news china india