હવે મધ્યમ વર્ગ પર મહેરબાન થશે મોદી સરકાર

09 January, 2019 10:39 AM IST  | 

હવે મધ્યમ વર્ગ પર મહેરબાન થશે મોદી સરકાર

નાણાં પ્રધાન અરુણ જેટલી

આર્થિકરૂપે નબળા વર્ગના લોકોને સરકારી નોકરીમાં અનામત આપવાનો દાવ રમી લીધા પછી હવે સરકાર દ્વારા દેશના મધ્યમ વર્ગ અને ઔદ્યોગિક જગત માટે આગામી દિવસોમાં કેટલીક મોટી જાહેરાતો થશે. જેમાં એક બાજુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક એકમોને રાહત આપવાના પ્રયત્નો થશે તો બીજી બાજુ ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર થશે.

ચીની ઉદ્યોગને નવું પેકેજ આપવાનો પ્રસ્તાવ પણ તૈયાર

ચીની ઉદ્યોગને પણ એક મોટી રાહત આપવાની તૈયારી છે જેના પર ટૂંક સમયમાં જ કેબિનેટની પરવાનગી મળી શકે છે. એટલું જ નહીં ત્રણ અઠવાડિયા પછી નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા રજૂ થતાં વચગાળાના બજેટના સ્વરૂપને પણ એ રીતે રાખવામાં આવશે જેમાં મધ્યમ વર્ગને લલચાવવાના સંપૂર્ણ પ્રયાસ હશે.

વચગાળાના બજેટના સ્વરૂપ પર નાણાં મંત્રાલયમાં પણ ચર્ચા તો ચાલુ જ છે. નાણાં મંત્રી વચગાળાના બજેટ દ્વારા પોતાની પાર્ટીની આગામી ડાયરેક્ટ ટેક્સ પૉલિસીનું સ્વરૂપ રજૂ કરશે. જેમાં સામાન્ય આવક કર દાતાઓને વધુ છૂટ આપવાની સાથે જ બચતને પ્રોત્સાહિત કરવા માટે નવી રીતે વાયદાઓ થશે. કાયદાકીય બાધાઓને લીધે આ જાહેરાતો સરકાર હમણાં જાહેર કરી શકશે નહીં, પણ આગામી દિવસોમાં આવા પગલાં લેવાના વાયદાઓ તો કરી જ શકે છે. 

આ પણ વાંચો : સવર્ણ અનામતઃલોકસભામાં સંશોધિત બિલ પસાર, આજે રાજ્યસભામાં થશે રજૂ

વર્ષ 2009માં વચગાળાનો બજેટ રજૂ કરતાં પૂર્વ નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ કેટલીય જાહેરાતો કરી હતી. આ જ રીતે વર્ષ 2014માં વચગાળાના બજેટમાં પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમે કેટલીય નીતિઓની જાહેરાત કરી હતી.

narendra modi bharatiya janata party arun jaitley finance ministry