ખેડૂતોને મોદી સરકાર આપી શકે છે નવા વર્ષની ભેટ

27 December, 2018 07:38 PM IST  | 

ખેડૂતોને મોદી સરકાર આપી શકે છે નવા વર્ષની ભેટ

મોદી સરકાર ખેડૂતોને આપી શકે છે નવા વર્ષની ભેટ

ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની સરકારે દેવા માફીની જાહેરાત કર્યા બાદ મોદી સરકાર પણ હવે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રોના પ્રમાણે નાણા મંત્રાલય, કૃષિ મંત્રાલય અને નીતિ આયોગ ખેડૂતોને રાહત આપવા માટે ત્રણ ચાર વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેમાંથી એક વિકલ્પ છે મધ્યપ્રદેશની જેમ ખેડૂતોને પાકની ન્યૂનતમ કિંમત અને વેચાણ કિંમતના અંતરને સીધું ખેડૂતોના ખાતામાં મોકલવા.

ખરીફ સિઝનથી લાગૂ પડી શકે છે યોજના

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ હશે કે આગામી ખરીફ સિઝનથી જ લાગૂ પાડવામાં આવી શકે છે. જેથી તેનો લાભ એ ખેડૂતોને પણ મળશે જેમણે ઑક્ટોબર અને નવેમ્બરમાં પોતાનો પાક બજારમાં વેચ્યો છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોનું ઋણ માફ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા મોદી સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

narendra modi bharatiya janata party