ડાન્સ રિયાલિટી શોમાં ઉચિત રીતે બાળકોનું ધ્યાન રાખવામાં આવે: મોદી સરકાર

20 June, 2019 07:57 AM IST  | 

ડાન્સ રિયાલિટી શોમાં ઉચિત રીતે બાળકોનું ધ્યાન રાખવામાં આવે: મોદી સરકાર

રિયાલિટી શોમાં ઉચિત રીતે બાળકોનું ધ્યાન રાખવા સલાહ

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રાઇવેટ સૅટેલાઇટ ટેલિવિઝન ચૅનલોને એક નોટિસ મોકલવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ડાન્સ આધારિત રિયલિટી શોમાં બાળકોનું ઉચિત રીતે ધ્યાન રાખવામાં આવે. એક ઍડવાઈઝરી નોટિસ જાહેર કરવામાં આવી છે.

ડાન્સ માટે એમાં કહેવામાં આવ્યું છે કે ટીવી પર એવા જ ડાન્સ મૂવ્સ બતાવવામાં આવે જે ઉંમર પ્રમાણે અનુકૂળ હોય. અમુક મૂવ્સ ફિલ્મમાં મનોરંજન માટે હોય છે જે નાની ઉંમરનાં બાળકો પર ખોટો પ્રભાવ પાડે છે.

નોટિસમાં આગળ કહ્યું છે કે ચૅનલોને આ પહેલાં પણ આવા રિયલિટી શો અને કાર્યક્રમો બતાવતી વખતે વધારે પડતો સંયમ, સંવેદનશીલતા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. પછી આગળ કહ્યું કે આ ઍડવાઈઝરી નોટિસનું બધી ચૅનલો પાલન કરે એવી આશા રાખીએ.

આ પણ વાંચો: એક દેશ, એક ચૂંટણીઃ PMની બેઠકમાં માયા-મમતા, અખિલેશ-ટીડીપી ગેરહાજર

નિયમો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ટીવી પર એવો કોઈ જ કાર્યક્રમ ન આવવો જોઈએ જે બાળકોને બદનામ કરે. બાળકો માટે બનેલા કાર્યક્રમમાં ખરાબ ભાષા કે પછી હિંસાના સીન પણ ન આવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે ટીવી ચૅનલોને લઈને એક ઍડવાઈઝરી નોટિસ જાહેર કરી હતી.

national news gujarati mid-day