PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ

07 March, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ

PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતામાં ચૂંટણી રેલીના મંચ પર 70 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી પણ જોવા મળ્યા. આ વાતની અટકળો લગાડવામાં આવતી હતી કે તે આ રેલીમાં સામેલ થઈ શકે છે. હવે આ વાતની પણ શક્યતા છે કે મિથુન ચક્રવર્તી આજે જ ભાજપમાં સામેલ થઈ શકે છે. પીએમ મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિકક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં થઈ રહી છે. મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરી મંચ પર પહોંચ્યા તો બીજેપી કાર્યકર્તાઓમાં જોશ વધી ગયો. તેમણે મંચ પર કૈલાશ વિજયવર્ગીયની બાજુમાં બેસાડવામાં આવ્યા.

એક દિવસ પહેલા જ એટલે કે શનિવારે બંગાળ બીજેપી પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ બેલગાચિયા વિસ્તારમાં મિથુન ચક્રવર્તીના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. અડધી રાતે પોતે વિજયવર્ગીયએ ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી હતી. વિજયવર્ગીયએ લખ્યું, "હાલ મોડી રાતે કોલકાતાના બેલગાચિયામમાં સિનેમા જગતના જાણીતા અભિનેતા મિથુન દા સાથે લાંબી ચર્ચા થઈ. તેમની રાષ્ટ્ર ભક્તિ અને ગરીબો પ્રત્યેની પ્રેમકથાઓ સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું."

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ આ પીએમ મોદીની પહેલી રેલી છે. આમ તો પીએમ ત્રણ વાર પહેલા પણ ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે પણ આજની કોલકાતા રેલીને લઈને રાજકારણીય ચર્ચાઓને વેગ મળ્યો છે.

mithun chakraborty narendra modi kolkata national news