બોલો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસાથી લોકોએ ટીવી અને બાઇક ખરીદ્યાં!

19 July, 2019 10:49 AM IST  |  રાયગઢ

બોલો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસાથી લોકોએ ટીવી અને બાઇક ખરીદ્યાં!

નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ના વર્ષ સુધી દેશના લોકોને પોતાનું ઘર મળે એવો આશાવાદ રાખવામાં આવ્યો છે, પણ છત્તીસગઢના રાયગઢમાં લાભાર્થીઓએ સરકારની આ યોજનાનો ઉપયોગ કંઈક બીજી જ વસ્તુ માટે કર્યો છે. સરકારે મકાન બનાવવા માટે ગરીબોનાં બૅન્ક-અકાઉન્ટમાં જે નાણાં નાખ્યાં હતાં તે પૈસાથી તેમણે ઘર તો ન બનાવ્યાં પણ ઘર માટે ટીવી-બાઇક ખરીદી લીધાં અને જ્યારે મકાન બતાવવાનો વારો આવ્યો ત્યારે કોઈકે પથ્થરનું મકાન તો કોઈકે ઝૂંપડા જેવું ઘર ઊભું કરી દીધું.

જેથી કંટાળીને જિલ્લા પંચાયતે આવા લોકો પાસેથી નાણાં વસૂલવા માટે એસડીએમને નોટિસ જાહેર કરી છે જેમાં લગભગ ૭૯૨ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ લોકોએ પહેલી રાશિ જેની કિંમત લગભગ ૩ કરોડ ૮૦ લાખ રૂપિયા છે એ મેળવ્યા પછી પણ મકાન નથી બનાવ્યાં.

આ પણ વાંચો : BSPના ઉપાધ્યક્ષ આનંદકુમાર પર આઇટીના દરોડાઃ 400 કરોડનો પ્લૉટ જપ્ત

નોંધનીય છે કે જિલ્લા પંચાયત તરફથી પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણોને ત્રણ ભાગમાં નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ રકમ તેમના બૅન્ક-ખાતામાં નાખવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૧ના સર્વેના લિસ્ટમાં જો તમારું નામ સામેલ થયું હોય તો પહેલી રકમ હેઠળ તમને ૪૮,૦૦૦ રૂપિયા ઘરના નિર્માણ માટે મળે એ પછી બીજા ભાગમાં તમને બીજા ૪૮,૦૦૦ અને છેલ્લે ૨૪,૦૦૦ રૂપિયા મળે છે. ત્યારે લોકોએ પહેલી રકમમાં જ ઘર બનાવવાને બદલે એ રકમનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થની વસ્તુઓની ખરીદીમાં કરી દીધો છે.

narendra modi national news