અમેરિકાની આપત્તિઓને બાજુમાં રાખી ભારત-રૂસ વચ્ચે R-27 મિસાઈલ કરાર

29 July, 2019 08:03 PM IST  | 

અમેરિકાની આપત્તિઓને બાજુમાં રાખી ભારત-રૂસ વચ્ચે R-27 મિસાઈલ કરાર

અમેરિકી આપત્તિઓને બાજુ પર મુકતા ફરી એકવાર ભારત અને રૂસ વચ્ચે 1,500 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. બન્ને દેશો વચ્ચે એયર ટૂ એયર R-27 મિસાઈલો ખરીદવામાં આવશે. લડાકૂ વિમાન સૂખોઈ-30 MKI માટે આ મિસાઈલો ખરીદવામાં આવશે. સરકારી સૂત્રો અનુસાર આ ડીલની જાણકારી આપી આપતા કહ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે ભારતીય વાયુસેનામાં રહેલા લડાકૂ વિમાન સૂખોઈ-30 MKI માટે એર ટૂ એર મિસાઈલ R-27 કરાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રૂસથી s-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા સામે અમેરિકાએ વિરોધ દર્શાવ્યો હતો તેમ છતા બન્ને દેશો વચ્ચે આ કરાર મહત્વપૂર્ણ રહ્યો છે. આ કરારથી સાફ થઈ ગયો છે કે, સરકાર કોઈ પણ દબાવ વગર દેશની રક્ષા જરૂરતોને પૂરી કરશે. ભારતીય વાયુસેનાને આ મિસાઈલની મદદથી હવામાં લાંબી દૂરી સુધી ટાર્ગેટ બનાવી શકશે.

આ પણ વાંચો: સાડીવાળા ગ્લેમરસ લૂક પછી અનુષ્કા શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

સરકારે આ મિસાઈલને 10-i પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે કે, ત્રણેય સેનાઓને રક્ષા માટેના તમામ ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મિસાઈલોને રૂસે પોતાના મિગ અને સૂખોઈ સિરીઝ લડાકૂ વિમાન માટે તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ છેલ્લા 50 દિવસમાં અત્યાર સુધી 7,600 કરોડ રુપિયાની ડીલ કરવામાં આવી છે. કાશ્મીરમાં થયેલા પુલવામાં હુમલા પછી ત્રણેય બળો માટે સંશોધન પૂરતા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

gujarati mid-day