અયોધ્યા મુદ્દે રિવ્યુ પિટિશન મુસ્લિમોના હિતમાં નહીં હોય : રિઝવી

25 November, 2019 11:44 AM IST  |  New Delhi

અયોધ્યા મુદ્દે રિવ્યુ પિટિશન મુસ્લિમોના હિતમાં નહીં હોય : રિઝવી

(જી.એન.એસ.) રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગનું કહેવું છે કે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ ન કરવી જોઈએ. આયોગના અધ્યક્ષ ગયરૂલ હસન રિઝવીનું માનવું છે કે આવો નિર્ણય મુસ્લિમ સમુદાયના હિતમાં નહીં હોય. સાથે તેમણે મુસ્લિમ સમુદાયને મંદિર નિર્માણમાં હિન્દુ સમાજને મદદ કરવાની અપીલ કરી છે. તેમણે અસદુદ્દીન ઓવૈસી પર પણ સવાલ ઉઠાવ્યા.

એક ઇન્ટરવ્યુમાં રિઝવીએ કહ્યું- અયોધ્યા ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવી એ મુસ્લિમોના હિતમાં નથી. તેનાથી હિન્દુ-મુસ્લિમ એકતાને નુકસાન પહોંચશે. મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે આપવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારવી જોઈએ.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આયોગના અધ્યક્ષે કહ્યું કે ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરવાથી હિન્દુ સમાજ વચ્ચે એવો સંદેશ જશે કે રામમંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ અવરોધ ઉત્પન્ન કરી રહ્યો છે. તેમણે કહ્યું કે પાંચ એકર જમીન મસ્જિદ માટે સ્વીકારવાથી આપણે ન્યાયપાલિકાનું સન્માન કર્યું તેવો સંદેશ જશે.

national news ayodhya verdict ayodhya