Twitter Account Hacked: સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર અકાઉન્ટ હેક

12 January, 2022 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IT Ministry`s Twitter Account Compromised: સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગઈ હતું. હેકર્સે તે અકાઉન્ટનું નામ ELon MUsk કરીને પાછળ માછલીની તસવીર લગાડી હતી.

પ્રતીકાત્મક તસવીર

IT Ministry`s Twitter Account Compromised: સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગઈ હતું. હેકર્સે તે અકાઉન્ટનું નામ ELon MUsk કરીને પાછળ માછલીની તસવીર લગાડી હતી.

સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર અકાઉન્ટ આજે એટલે કે બુધવારે સવારે હેક થઈ ગયું. હેકર્સે તેનું નામ ELon MUsk કરીને પ્રૉફાઇલ ફોટો પર માછલીની તસવીર મૂકી હતી. આની સાથે સાથે અનેક ટ્વીટ પણ છેલ્લા કેટલાક સમયમાં કરવામાં આવ્યા છે. થોડીવારમાં અકાઉન્ટ રિસ્ટોર કરી લેવામાં આવ્યું અને તે ટ્વીટ્સ પણ ડિલીટ કરી દેવામાં આવ્યા.

આ હેકર્સ તે જ હોઈ શકે છે જેમણે તાજેતરમાં વડાપ્રધાન નરેનદ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક કર્યું હતું. કારણકે આ અકાઉન્ટ પરથી પણ એવું કોન્ટેન્ટ જનરેટ કરવામાં આવ્યું જે ત્યારે જોવા મળ્યું હતું. આ પહેવા ICWA, IMA વગેરેનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક થયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાસવર્ડ સાથે છેડછાડ થઈ અને પછી હેકિંગ સાથે જોડાયેલી કોઈક લિન્ક પર કિલ્ક થયું. આવું તે અકાઉન્ટને હેન્ડલ કરનાર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. પછી CERT એટલે કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી પ્રતિક્રિયા દળે અકાઉન્ટ રિસ્ટોર કર્યું. અતાઉન્ટ બરાબર થયા પછી આઇટી મંત્રાલયના અકાઉન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી.

national news twitter