ચીની એપ્સ પર બૅન મૂકવું સરકારની 'ડિજિટલ સ્ટ્રાઇક': રવિશંકર પ્રસાદ

02 July, 2020 01:19 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ચીની એપ્સ પર બૅન મૂકવું સરકારની 'ડિજિટલ સ્ટ્રાઇક': રવિશંકર પ્રસાદ

રવિ શંકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દેશમાં ચીની મોબાઇલ એપ્સને બૅન કરવા પર કેન્દ્ર સરકારના પગલાંને ચીન પર ડિડિટલ સ્ટ્રાઇક જણાવી છે. તેમણે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં કહ્યું કે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા પ્રમાણે પ્રસાદે કહ્યું, "અમે દેશના લોકોના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ચીની ઍપ્સ પર બૅન મૂક્યું છે. આ એક ડિજિટલ સ્ટ્રાઇક હતી."

કેન્દ્રમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, "ભારત શાંતિનો હિમાયતી છે પણ જો કોઇ અમારા પર ખરાબ નજર નાખશે તો અમે તેને યોગ્ય જવાબ પણ આપશું."

જણાવવાનું કે કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં 59 ચીની મોબાઇલ ઍપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં TikTok, UC Browser, ShareIt, Helo અને Likee જેવા અનેક પૉપ્યુલર ઍપ્લિકેશન સામેલ હતા. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે દેશમાં ડેટા અને પ્રાઇવસી સેફ્ટીને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.

national news india china tiktok ravi shankar prasad