અલગતાવાદી નેતાઓની ધરપકડથી વિફર્યા મહબૂબા મુફ્તી, ઉઠાવ્યા સવાલ

23 February, 2019 12:42 PM IST  |  શ્રીનગર

અલગતાવાદી નેતાઓની ધરપકડથી વિફર્યા મહબૂબા મુફ્તી, ઉઠાવ્યા સવાલ

મહેબૂબા મુફ્તીએ અલગતાવાદીઓની ધરપકડ પર ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમાલ બાદ ભારતે પાકિસ્તાન સહિત હુર્રિયત નેતાઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. ઉમર અબ્દુલ્લાએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ હુર્રિયત નેતાઓની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે.

હુર્રિયત નેતાઓની ધરપકડપર મહબૂબા મુફ્તીએ નારાજગી જાહેર કરતા ટ્વીટ કર્યું કે,'છેલ્લા 24 કલાકમાં હુર્રિયત નેતાઓ અને જમાત સંગઠનના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આવા મનમાનીભર્યા પગલાને હું નથી સમજી શકતી, જે જમ્મૂ કશ્મીરના પ્રશ્નને પેચીદો બનાવશે. ક્યાં કાયદા અંતર્ગત તેમની ધરપકડ યોગ્ય છે? તમે કોઈ વ્યક્તિને કેદ કરી શકો છો, તેમના વિચારોને નહીં.'

આ પણ વાંચોઃ મોટી કાર્રવાઈઃ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ, જાણો શું છે કારણ

જાણકારી અનુસાર આર્ટિકલ 35-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. એવામાં પોલીસને આશંકા છે કે અલગતાવાદીઓ પુલવામા હુમલા બાદ દેશભરમાં ઉભી થયેલી સ્થિતિને જોતા કશ્મીરના માહોલને ખરાબ કરી શકે છે. જો કે, અન્ય કોઈ નેતાની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ નથી. પુલવામા હુમલાના એક અઠવાડિયા બાદ આ કાર્રવાઈ કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.

mehbooba mufti jammu and kashmir terror attack srinagar