JKLFના ચેરમેન યાસીન મલિકની પોલીસે શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. પોલીસે યાસીન મલિકને હાલ કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે.
જાણકારી અનુસાર આર્ટિકલ 35-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. એવામાં પોલીસને આશંકા છે કે અલગતાવાદીઓ પુલવામા હુમલા બાદ દેશભરમાં ઉભી થયેલી સ્થિતિને જોતા કશ્મીરના માહોલને ખરાબ કરી શકે છે. જો કે, અન્ય કોઈ નેતાની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ નથી. પુલવામા હુમલાના એક અઠવાડિયા બાદ આ કાર્રવાઈ કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.
અલગતાવાદી નેતાઓની સુરક્ષા લેવામાં આવી હતી પાછી
પુલવામા હુમલા બાદ સરકારે અલગતાવાદી નેતાઓની સામે કડક પગલા લીધા હતા. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. જેમાં ગિલાની, અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. તેમની સુરક્ષામાં 100થી વધુ ગાડીઓની સાથે એક હજાર પોલીસકર્મીઓ તહેનાત હતા.
જમ્મુમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફને ટનલ મળી
14th January, 2021 15:22 ISTપુલવામાના ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 8 નાગરિકો ઈજાગ્રસ્ત
2nd January, 2021 15:49 ISTકાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી મરાયા
31st December, 2020 14:37 ISTથર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કાશ્મીરથી મંગાવેલો ૧૧ કિલો ગાંજો અને ચાર કિલો ચરસ જપ્ત
31st December, 2020 09:33 IST