✕

અશક્યને શક્ય કરી બતાવ્યું: હૃદયને રોક્યા વિના બે ભારતીય સર્જ્યનોએ કરી હાર્ટ બાયપાસ સર્જરી

24 November, 2026 12:18 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

હાર્ટ-લંગ મશીનની જરૂર નહોતી. આ વિશ્વની પ્રથમ એવી TECAB પ્રક્રિયા હતી જેમાં બે કન્સોલ અને પાંચ આર્મ ધરાવતા રોબોનો ઉપયોગ કરીને ધબકતા હૃદય પર સર્જરી કરવામાં આવી હતી.

ગુરુગ્રામની મેદાન્તા હૉસ્પિટલમાં બે ભારતીય સર્જ્યનોએ હૃદયને રોક્યા વિના હાર્ટ બાયપાસ સર્જરી કરી હતી

ગુરુગ્રામની મેદાન્તા હૉસ્પિટલમાં બે ભારતીય સર્જ્યનોએ હૃદયને રોક્યા વિના હાર્ટ બાયપાસ સર્જરી કરી હતી. મેદાન્તા હૉસ્પિટલમાં ડૉ. નીતિન કુમાર રાજપૂત અને ડૉ. લલિત મલિકે બે અલગ-અલગ સર્જ્યન કન્સોલ દ્વારા નિયંત્રિત પાંચ રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરીને એક જટિલ હાર્ટ બાયપાસ સર્જરી સફળતાપૂર્વક કરી હતી. દરદીના સ્વાસ્થ્યમાં સુધારો પ્રોત્સાહક રહ્યો છે. ભારતીય તબીબી આવિષ્કાર અને મિનિમલી ઇન્વેસિવ એટલે કે ઓછા ચીરાવાળી હાર્ટ-સર્જરીના ભવિષ્ય માટે આ એક નોંધપાત્ર પ્રગતિ છે.

ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ (TECAB) નામની આ પ્રક્રિયા પરંપરાગત મોટા છાતીના ચીરા કે હૃદયને બંધ કર્યા વિના નાના ચીરા કરીને કરવામાં આવી હતી. હ્રદય સતત ધબકતું હોય ત્યારે એક વિશિષ્ટ સ્ટૅબિલાઇઝર ઑપરેશન કરી રહેલા વિસ્તારને સ્થિર રાખે છે. હાર્ટ-લંગ મશીનની જરૂર નહોતી. આ વિશ્વની પ્રથમ એવી TECAB પ્રક્રિયા હતી જેમાં બે કન્સોલ અને પાંચ આર્મ ધરાવતા રોબોનો ઉપયોગ કરીને ધબકતા હૃદય પર સર્જરી કરવામાં આવી હતી.

punjab gurugram heart attack robot india news national news technology news