જાણો કેમ BSPએ કૉંગ્રેસને આપી MP-રાજસ્થાનમાંથી સમર્થન પાછું લેવાની ધમકી?

31 December, 2018 07:32 PM IST  | 

જાણો કેમ BSPએ કૉંગ્રેસને આપી MP-રાજસ્થાનમાંથી સમર્થન પાછું લેવાની ધમકી?

BSP વધારશે કૉંગ્રેસની મુસીબત?

મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર બન્યાને હજુ તો એક મહીનો પણ નથી થયો ત્યાં તો બસપાએ સમર્થન પાછું લેવાની ધમકી આપી દીધી છે. બસપાના બે ધારાસભ્યોએ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને સમર્થન આપ્યું છે.

બહુજન સમાજ પાર્ટીએ એક જાહેરાત આપીને કહ્યું કે અમે માંગણી કરીએ છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં SC/ST એક્ટ 1989 માટે 2 એપ્રિલે આયોજિત ભારત બંધ દરમિયાન દાખલ કરવામાં આવેલા કેસ કૉંગ્રેસ સરકાર તરત જ પાછા લે. તેમણે કહ્યું છે કે જો કેસ પાછા નહીં લેવામાં આવે તો અમારું સરકારને સમર્થન આપવું બેકાર છે. બસપાએ કહ્યું કે અમે કૉંગ્રેસને બહારથી સમર્થન આપવાના અમારા નિર્ણય પર ફરી વિચાર કરીશું.

આ પહેલા પણ બસપાના ધારાસભ્ય સંજીવ સિંહે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સરકારે અન્યા પાર્ટીઓના ધારાસભ્યો અને અપક્ષો પ્રત્યે વધુ ઉદાર રહેવું જોઈએ, કારણ કે તેમના સમર્થનના કારણે જ તેમને વિધાનસભામાં બહુમતિ મળી છે. રાજ્યમાં કૉંગ્રેસ સરકાર અને તેમને નેતૃત્વએ બસપાના બે ધારાસભ્યો પ્રત્યે વધુ સંવેદનશીલ હોવું જોઈએ. તેમનું સન્માન કરવું જોઈએ.

સતા પર રહેલી પાર્ટીએ પોતાના સહયોગીઓ પ્રત્યે ઉદાર રહેવું જોઈએ. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસને 230માંથી સૌથી વધુ 114 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 109. બહુજન સમાજવાદી પાર્ટીના બે સાથે સમાજવાદી પાર્ટીના એક અને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન લઈને કૉંગ્રેસને બહુમતિ હાંસિલ કરી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી.

mayawati congress bahujan samaj party