માયાવતીનો જન્મદિવસ : અનામત પર નિવેદન, દેવામાફી પર કોંગ્રેસને આપી સલાહ

15 January, 2019 01:08 PM IST  | 

માયાવતીનો જન્મદિવસ : અનામત પર નિવેદન, દેવામાફી પર કોંગ્રેસને આપી સલાહ

માયાવતીના જન્મદિવસ નિમિત્તે બ્લુ બુકનું વિમોચન

લોકસભા ચૂંટણી 2019ના પગરવ વચ્ચે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ લખનઉમાં 63મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે તેણે મીડિયાને પણ સંબોધિત કર્યું.

માયાવતીએ ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ પ્રહારો કર્યા. આજે વધુ તો તેના નિશાન કોંગ્રેસ પર જ હતા. તેણે કહ્યું કે દેશમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનાર કોંગ્રેસ એન્ડ કંપનીને પણ સબક શીખડાવવાની જરૂર છે. માયાવતીએ કહ્યું કે દેશની આઝાદી પછી કોંગ્રેસ અને ભાજપાની સરકારના રાજમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો. ખેડૂત, ગરીબ, દલિત તેમજ અન્ય પછાત વર્ગનો યોગ્ય વિકાસ થયો નથી, જેનાથી દુઃખી થઈને અમારે તેમની મદદ માટે પાર્ટી બનાવવી પડી. આજે દેશમાં ખેડૂત, દલિત અને પછાત વર્ગના લોકો સૌથી વધુ દુઃખી છે. તેનું એક કારણ કેન્દ્ર સરકાર છે. હવે સામાન્ય જનતાએ કોંગ્રેસ પછી ભાજપાને પણ સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે.

બસપા અધ્યક્ષ માયાવતીનો આજે 63મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. માયાવતી લખનઉ પાર્ટી કાર્યાલયમાં 63 કિલોનું કેક કાપશે અને બ્લુ બુકનું વિમોચન કરશે. ત્યાર બાદ સહયોગી દળોના નેતાઓ સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશઃ38-38 બેઠકો પર લડશે સપા-બસપા

બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ની અધ્યક્ષ માયાવતીનો આજે એટલે કે 15 જાન્યુઆરી મંગળવારના રોજ 63મો જન્મદિવસ છે. થોડાં મહિના બાદ લોકસભા ચૂંટણી થવાની છે, આ કારણે બસપા સુપ્રીમોના જન્મદિવસ પર બધાંની નજર છે. પ્રત્યેક જન્મદિવસની જેમ આ વખતે પણ માયાવતી લખનઉમાં પોતાની બ્લુ બુકનું વિમોચન કરશે. જ્યારે સહયોગી દળના નેતાઓ તેને દિલ્હીમાં મળીને જન્મદિવસની વધામણી આપશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ માયાવતીને વધામણી આપવા તેના ઘરે જશે.

mayawati bahujan samaj party samajwadi party congress bharatiya janata party