ભાજપ કાલે ગવર્નરને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, અપક્ષનું સમર્થન

25 October, 2019 05:10 PM IST  |  New Delhi

ભાજપ કાલે ગવર્નરને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, અપક્ષનું સમર્થન

મનોહરલાલ ખટ્ટર ભાજપના જેપી નડ્ડા સાથે કરી મુલાકાત (PC : ANI)

New Delhi : હરિયાણામાં વિધાનસભા ચુંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી અપક્ષ ઉમેદવારો સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. હરિયાણામાં આવતી કાલે ભાજપ ગવર્નરને મળીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે. ત્યારે હરિયાણામાં લોકતાંત્રિક પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાએ કહ્યું હતું કે મારા અને 6 અપક્ષ ધારાસભ્યો ભાજપને કોઇ પણ શર્ત વગર સમર્થન આપવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર શુક્રવાર સવારે ચંદીગઢથી દિલ્હી પહોંચ્યા હતા. પરિણામો બાદ મનોહરલાલ ખટ્ટરે પહેલી વખત કહ્યું કે, તે સરકાર બનાવી રહ્યા છે. ચૂંટણી પરિણામોમાં ભાજપને 40 બેઠકો મળી છે, જ્યારે બહુમતીનો આંકડો 46 છે.


મનોહરલાલ ખટ્ટરે ભાજપના જેપી નડ્ડા સહીત નેતાઓ સાથે કરી બેઠક
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ઘરે હરિયાણા પ્રભારી અનિલ જૈન, સંગઠન મંત્રી બીએલ સંતોષ, મુખ્યમંત્રી ખટ્ટર અને અપક્ષ ધારાસભ્યોની બેઠક થઈ હતી. ગુરુવારે નડ્ડાને મળેલા કાંડાએ કહ્યું કે, હું સંઘમાં રહ્યો છું અને ભાજપને મારું સમર્થન છે. તમામ અપક્ષ ધારાસભ્યો કોઈ પણ શરત વગર ખટ્ટર સાથે છે.હરિયાણાની 90 સીટોમાંથી કોંગ્રેસને 31, જજપાને 10 અને અન્યને 9 બેઠકો મળી છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

દિલ્હીમાં અપક્ષ ધારાસભ્યોને મળશે ખટ્ટર
હરિયાણા ભવનમાં મુખ્યમંત્રી ખટ્ટર સાથે મુલાકાત પછી અપક્ષ ધારાસભ્ય રણજીત સિંહે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની નીતિઓને ધ્યાનમાં રાખીને હું ભાજપની સાથે છું. જ્યારે ગોપાલ કાંડાએ પણ કોઈ પણ શરત વગર સમર્થન આપવાની જાહેરાત કરી છે. તે સિવાય અપક્ષ ધારાસભ્ય સોમવીર સાંગવાન, ધર્મપાલ ગોંદર અને નયનપાલ રાવત પણ હરિયાણા ભવનમાં હાજર રહ્યા હતા.

bharatiya janata party haryana