મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા, ભાજપના સિનીયર્સ સાથે કરશે બેઠક

25 October, 2019 11:35 AM IST  |  New Delhi

મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા, ભાજપના સિનીયર્સ સાથે કરશે બેઠક

મનોહરલાલ ખટ્ટર

New Delhi : હરિયાણા વિધાનસભા ચુંટણી 2019માં ભાજપ બહુમતીના આંકડાથી ઘણી દુર છે. ત્યારે રાજનીતિના ચાણક્ય એવા અમિત શાહ હરિયાણામાં સરકાર બનાવવા માટે તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. હરિયાણામાં ભાજપને 40 સીટ પર જીત મળી છે. તેને બહુમતી માટે કુલ 46 સીટનો જરૂર છે. ત્યારે ભાજપ 7 અપક્ષ ઉમેદવારોના સમર્થન મળવાની આશા સેવી રહ્યું છે. તેવામાં મળી રહેલ સમાચાર પ્રમાણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર શુક્રવારે સવારે જ દિલ્હી ખાતે પહોંચી ગયા હતા.


મનોહરલાલ ખટ્ટર દિલ્હીમાં જેપી નડ્ડા સાથે કરશે બેઠક
મળી રહેલ માહિતી પ્રમાણે મનોહરલાલા ખટ્ટર દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજ્યના પ્રભારી અનિલ જૈન સાથે બેઠક કરશે. બેઠકમાં હરિયાણામાં સરકાર બનાવવાની રણનીતિ વિશે ચર્ચા કરાશે. જોકે સુત્રો દ્વારા મળી રહેલ માહિતી પ્રમાણે મનોહરલાલ ખટ્ટર સાંજ સુધીમાં એકલા શપથ લે તેવી શક્યતા છે, બાકીના મંત્રીઓની શપથ ગ્રહણ વિધિ પછી કરવામાં આવશે. હરિયાણાની 90 સીટમાંથી કોંગ્રેસને 31, જેજેપીને 10 અને અન્યને 9 સીટ મળી છે.


મનોહરલાલ ખટ્ઠર અપક્ષની મદદથી સરકાર બનશે: સુભાષ બરાલા
હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ કહ્યું કે, જનતાએ ભાજપને જનાદેશ આપ્યો છે. અમને બહુમત કરતાં ઓછી સીટો મળી છે, આ વિશે ચિંતનની જરૂર છે. મને અને પાર્ટીને પરિણામથી સીખ મળી છે. અપક્ષ ઉમેદવારો ભાજપની સાથે આવી રહ્યા છે. મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં બીજેપીની સરકાર બનશે.


મહારાષ્ટ્ર: સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ફડણવીસ
મહારાષ્ટ્રમાં 56 સીટો મેળવ્યા પછી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ માટે ભાજપને 50:50 ફોર્મ્યૂલા યાદ કરાવી છે. પાર્ટી ભાજપ પર શિવસેનાના મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કરી રહી છે. ઉદ્ધવે બપોરે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

દેવેન્દ્ર ફડણવીસ પરી મુખ્યપ્રધાન બની શકે છે : સુત્રો
તો બીજી બાજુ ભાજપ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે અને રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટોમાંથી ભાજપને 105 સીટો મળી છે. શરદ પવારની પાર્ટી એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો, જ્યારે અન્યને 28 સીટો મળી છે.

haryana delhi bharatiya janata party