Mann Ki Baat: લૉકડાઉન તોડશો તો કોરોના વાયરસથી બચી નહીં શકો

29 March, 2020 12:28 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Mann Ki Baat: લૉકડાઉન તોડશો તો કોરોના વાયરસથી બચી નહીં શકો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'Mann Ki Baat' દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. કારણકે કેટલાક એવા નિર્ણયો લેવા પડયા છે, જેનાથી દેશવાસીઓને તકલીફ થઈ રહી છે. પણ આ બધા જ કઠોર નિર્ણયો દેશના હિત માટે લેવામાં આવ્યા છે. વડાપ્રધાને ખાસ કરીને ગરીબોની માંફી માંગી હતી.

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, કેટલાક નિર્ણયોનો લીધે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવી ગઈ છે. તેમા પણ ખાસ કરીને ગરીબો. મને ખબર છે તમારામાંથી ઘણા લોકો મારાથી નારાજ પણ છે. પરંતુ કોરોની લડવા માટે અને બચવા માટે આ પગલું બહુ જરૂરી હતું. કોરાન વાયરસ મનુષ્યને મારવાની જીદ લઈને બેઠો છે. એટલે આપણને બધાને બચાવવા માટે જ લૉકડાઉન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજી નથી રહ્યાં અને કાયદો તોડી રહ્યાં છે. લૉકડાઉન તોડશો તો કોરોના વાયરસથી બચી નહીં શકો. કોરોના વિરુધ્ધ જંગ લડી રહેલા ફ્રન્ટલાઈન સોલ્જર પાસેથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે.

આજના 'મન કી બાત' કાર્યક્રમાં વડાપ્રધાને કોરોનાની જંગમાં જીત મેળવનાર બે દર્દીઓ અને કોરોના સામે જંગ લડનાર બે ડૉક્ટરો સાથે વાત કરી હતી. તેમજ તેમણે ઘરમાં રહેવાની અને નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ પોતે લૉકડાઉનના સમયમાં શું કરે છે તેના વિડિયો તેઓ સોશ્યલ મિડિયા પર શેર કરશે.

આ પણ વાંચો: કોરોનાવાયરસ સામે લડાઇ માટે PM મોદીએ કરી આપાતકાલીન ફંડની જાહેરાત

'Mann Ki Baat' રેડિયો કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે. જેમાં વડાપ્રધાન પોતાના મનની વાત કરે છે.

national news narendra modi mann ki baat coronavirus covid19