મનમોહન સિંહની હાલતમાં સુધાર, વડાપ્રધાન મોદીએ જલદી સ્વસ્થ થવાની કરી કામના

14 October, 2021 01:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગત રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, હાલમાં તેમની સ્થિતમાં સુધાર છે.

મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટર નીતીશ નાયકના નેતૃત્વમાં એમ્સ કાર્ડિયો ટાવર ખાતે ડૉકટરોની ટીમ દ્વારા મનમોહન સિંહની સારવાર કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા તેમને તાવ આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરોની સલાહ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તેમને મળવા એઈમ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહને તાવ અને નબળાઈના કારણે ગઈકાલે બુધવારે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p

>

પ્રધાનમંત્રી મોદીએ મનમોહન સિંહના સારા સ્વાસ્થ્ય અને જલદી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, `હું મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને તેમની જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.`

AIIMS ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, `89 વર્ષના કોંગ્રેસ નેતાને તાવના પરીક્ષણ માટે દિલ્હી AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની સ્થિતિ સ્થિર છે.` કોંગ્રેસ પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. તાવ ઓછો થયા બાદ તે નબળાઈ અનુભવી રહ્યો હતો. આવી સ્થિતિમાં ડૉક્ટરોની સલાહ પર પૂર્વ પીએમ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ડોકટરોની દેખરેખ હેઠળ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

national news manmohan singh narendra modi delhi