મનમોહન સિંહને નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિ માટે નિયુક્ત કર્યા

12 November, 2019 01:45 PM IST  |  New Delhi

મનમોહન સિંહને નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિ માટે નિયુક્ત કર્યા

ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

(જી.એન.એસ.) રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને નાણાં અંગે સંસદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા. રાજ્યસભાના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ કૉન્ગ્રેસના દિગ્વિજય સિંહની જગ્યાએ ભૂતપૂર્વ વડા પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને નાણાકીય સંસદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

રાજ્યસભા સચિવાલય દ્વારા ગઈ કાલે બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ નાયડુએ દિગ્વિજય સિંહને શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિમાં નિયુક્ત કર્યા હતા. નાણાં અંગેની સંસદીય સમિતિના સભ્ય દિગ્વિજય સિંહની જગ્યાએ રાજ્યસભાના અધ્યક્ષ નાયડુએ મનમોહન સિંહની નિમણૂક કરી છે જે હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આ સાથે નાયડુએ રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહને શહેરી વિકાસ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દિગ્વિજય સિંહે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ માટે નાણાકીય સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. મનમોહન સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ દરમ્યાન દેશના નાણાપ્રધાન હતા. આ વર્ષે જૂનમાં સમાપ્ત થયેલા રાજ્યસભાના કાર્યકાળ દરમ્યાન તે સપ્ટેમ્બર ૨૦૧૪થી મે ૨૦૧૯ સુધી પૅનલના સભ્ય હતા.

new delhi national news manmohan singh