મમતા બેનર્જી બની શકે છે પ્રથમ બંગાળી PM- પ. બંગાળ ભાજપ અધ્યક્ષ

06 January, 2019 02:29 PM IST  |  કોલકાતા

મમતા બેનર્જી બની શકે છે પ્રથમ બંગાળી PM- પ. બંગાળ ભાજપ અધ્યક્ષ

પ. બંગાળ ભાજપના અધ્યક્ષે મમતાને ગણાવ્યા PM પદના ઉમેદવાર

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષે મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કર્યા છે. ઘોષને જ્યારે પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ બંગાળી વડાપ્રધાન બની શકે કે કેમ? તો તેમણે જવાબ આપ્યો કે કેમ નહીં, તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમાત બેનર્જી દેશના પહેલા બંગાળી વડાપ્રધાન બને તેવી સારી સંભાવનાઓ છે.

તેમણે કહ્યું કે જ્યોતિ બસુ ભલે વડાપ્રધાન ન બની શકે પરંતુ મમતા જરૂરથી બની શકે છે. જો એવું થાય છે તો તે અમારા માટે ગર્વની વાત હશે. મમતાને જન્મદિવસની શુભકામના આપતા ઘોષે કહ્યું કે તેઓ તેમના માટે સારા સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરે છે. કારણ કે અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતા પર આધારિત છે.

આ પણ વાંચોઃ મોદી આ વખતે લોકસભાની ચૂંટણી રાજકોટથી લડશે?


આ પહેલા પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર મામલે કહ્યું હતું કે 2019માં લોકસભા ચૂંટણી બાદ તેના પર ચર્ચા થઈ શકે છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કહી ચુક્યા છે કે 2050 સુધીમાં કોઈ ને કોઈ મરાઠી દેશનો વડાપ્રધાન બની શકે છે.

mamata banerjee bharatiya janata party congress