નેતાજીને સંબંધિત ફાઇલ્સ મામલે મમતાએ કેન્દ્રની ટીકા કરી

24 January, 2022 09:05 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

મમતા બૅનરજીએ ગઈ કાલે કેન્દ્ર સરકારને સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પણ અપીલ કરી હતી.

મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આજે પણ નેતાજીની અનેક બાબતો વિશે આપણે જાણતા નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ જ્યારે સત્તા પર આવશે ત્યારે તેઓ એના પર કામ કરશે, પરંતુ કંઈ પણ થયું નથી. વાસ્તવમાં રાજ્ય સરકારે નેતાજી બોઝ વિશેની તમામ ફાઇલ્સને જાહેર કરી છે.’
નેતાજીના નિધનનો વિવાદ પશ્ચિમ બંગાળમાં લાગણીનો મુદ્દો છે. અનેક લોકો માને છે કે ૧૯૪૫માં પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું નહોતું. કેન્દ્ર સરકારે ૨૦૧૭માં રાઇટ ટુ ઇન્ફર્મેશન અૅક્ટ હેઠળની ક્વેરીના જવાબમાં કન્ફર્મ કર્યું હતું કે સુભાષચંદ્ર બોઝનું ૧૯૪૫ની ૧૮ ઑગસ્ટે તાઇપેઇમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. મમતા બૅનરજીએ ગઈ કાલે કેન્દ્ર સરકારને સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પણ અપીલ કરી હતી. 

national news west bengal mamata banerjee subhash chandra bose