મમતા બૅનરજીની ભત્રીજીએ આત્મહત્યા કરી

02 September, 2026 08:56 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

મમતા બૅનરજીની ભત્રીજીએ આત્મહત્યા કરી પોતાના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, સુપ્રીમ કોર્ટના આદેશ પછી નોકરી ગુમાવ્યા બાદ તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી

મમતા બૅનરજીની ભત્રીજીએ આત્મહત્યા કરી

પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં સુપ્રીમો મમતા બૅનરજીની ૩૧ વર્ષની ભત્રીજી બ્રિષ્ટિ મુખરજીની મંગળવારે બપોરે બીરભૂમમાં તેના નિવાસસ્થાનમાંથી મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. રામપુરહાટના કુસુમ્બા ગામમાં આવેલા તેના ઘરના બીજા માળના એક રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. તે મમતા બૅનરજીના પિતરાઈ ભાઈની દીકરી હતી. બ્રિષ્ટિએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોથી બ્રિષ્ટિ ડિપ્રેશનથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. નોંધનીય છે કે કથિત ભ્રષ્ટાચારને લઈને સરકારી સહાય પ્રાપ્ત સ્કૂલોમાં થયેલી ભરતી રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેણે નોકરી ગુમાવી હતી. નોકરી ગયા બાદ તેની માનસિક સ્થિતિ વધુ કથળી હતી. 

mamata banerjee west bengal bengal kolkata suicide Crime News news national news