20 January, 2024 04:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રશ્મિકા મંદાના (ફાઈલ તસવીર)
Rashmika Mandanna deepfake video case: છેલ્લા કેટલાક દિવસોમાં રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં રશ્મિકા મંદાના જેવી દેખાતી એક છોકરી લિફ્ટમાં ડીપનેક સ્પેગિટી પહેરીને ચડતી જોવા મળી રહી છે. આને જોયા બાદ અભિનેત્રીના ચાહકોનું મગજ ખરાબ થઈ ગયું હતું.
બૉલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે દિલ્હી પોલીસે 10 નવેમ્બરના એફઆઈઆર દાખલ કરી હતી. ધરપકડ કરાયેલ આરોપી પહેલા પણ અનેક સાઈબર સાથે સંબંધિત કેસમાં સામેલ રહ્યો છે. તેણે જ અભિનેત્રીનો ડીપેક વીડિયો બનાવ્યો હતો. તે એક વૃદ્ધ મહિલાને ડિજીટલ રીતે બંધક પણ બનાવી ચૂક્યો છે.
હકીકતે 6 નવેમ્બરના એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં રશ્મિકા મંદાના લિફ્ટમાં જોવા મળી રહી છે. રશ્મિકાએ દિલ્હી પોલીસમાં આની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે આ મામલે ચાર લોકોને અટકમાં લીધા હતા. હવે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. (Rashmika Mandanna deepfake video case)
રશ્મિકાએ વ્યક્ત કર્યું દુઃખ
અભિનેત્રી રશ્મિકાએ 6 નવેમ્બરના સોશિયલ મીડિયા પર લખ્યું કે મારો ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે વાત કરતા મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. સાચું કહું તો એઆઈ ફક્ત મારે માટે જ નહીં, પણ આપણામાંથી દરેક માટે ખૂબ જ બિહામણું છે, જે આ ટેક્નોલૉજીના મિસ યૂઝને કારણે જોખમમાં આવી ગયા છે.
રિયલ વીડિયોમાં હતી ઝારા પટેલ
તાજેતરમાં રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં આબેહૂબ રશ્મિકાની જેમ દેખાનારી એક છોકરી લિફ્ટમાં ડીપનેક સ્પેગિટી પહેરીને ચડતી જોવા મળી રહી છે. આ જોયા પછી અભિનેત્રીના ચાહકોનું મગજ ખરાબ થઈ ગયું હતું, જો કે આ છોકરી કોઈક અન્ય જ હતી એ થોડાક જ સમય બાદ સ્પષ્ટ થઈ ગયું કે આ છોકરી ઝારા પટેલ છે, જે એક બ્રિટિશ ઈન્ડિયન ઇન્ફ્લુએન્સર છે. રશ્મિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે ફિલ્મ `એનિમલ`માં જોવા મળી હતી.
નોંધનીય છે કે થોડાક જ દિવસ પહેલા ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. હવે સચિન તેન્ડુલકર સાથે પણ એવી જ ઘટના સામે આવી છે. Artificial intelligence દ્વારા સચિનના અવાજમાં એક ગેમનો બનાવવામાં આવેલો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સચિન ગેમને પ્રમોટ કરતા હોય એવું બતવાવમાં આવ્યું છે. આમાં તે કહે છે કે તેમની દીકરી પણ આ ગેમ રમે છે... આ વાયરલ વીડિયોએ ક્રિકેટરની ઊંઘ ઉડાડી દીધી છે. આ વીડિયોને લઈને માસ્ટરે એક્સ પર પોસ્ટ કરતા આને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે.