નજરબંધી દરમિયાન કશ્મીર મુદ્દે મહેબૂબા અને ઉમર વચ્ચે થઈ હતી બોલાચાલી

12 August, 2019 12:04 PM IST  |  શ્રીનગર

નજરબંધી દરમિયાન કશ્મીર મુદ્દે મહેબૂબા અને ઉમર વચ્ચે થઈ હતી બોલાચાલી

મહેબૂબા અને ઉમર વચ્ચે થઈ હતી બોલાચાલી

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ એક સાથે રાખવામાં આવેલા ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે બંનેને અલગ કરીને રાખવા પડ્યા. એક બીજાના વિરોધમાં અબ્દુલ્લા અને મુફ્તીને આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ગયા મહિને હરિ નિવાસ મહેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે તેમને અલગ કરવા પડ્યા. બંને એકબીજા પર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને લાવવાને લઈને આરોપો કરી રહ્યા હતા.

આ વચ્ચે ઉમર અબ્દુલ્લા મહેબૂબા પર વરસી પડ્યા અને તેમના સ્વર્ગવાસી પિતા મુફ્તી મોહમ્મદ સઈદ પર ભાજપ સાથે ગઠબંધન કરવા માટે કટાક્ષ કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ જેને ત્યાં હાજર સ્ટાફે પણ સાંભળી.

અધિકારીઓએ જણાવ્યું કે એકબીજાના પ્રખર વિરોધી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ હરિ નિવાસમાં અટકાયત કરીને રાખવામાં આવ્યા હતા. એ સમયે તેમની વચ્ચે વાદ વિવાદ એટલો વધી ગયો કે તેમને અલગ કરવા પડ્યા.

મહેબૂબાએ ઉમરને યાદ અપાવ્યું કે ફારૂક અબ્દુલ્લાનું ગઠબંધન વાજયેપી સરકારમાં હતું. એક અધિકારીએ જણાવ્યું કે, 'તેમણે જોરથી કહ્યું કે ઉમર તમે તો વાજપેયી સરકારમાં વિદેશી મામલાઓને જૂનિયર મિનિસ્ટર હતા.' મહેબૂબાએ ઉમરના દાદા શેખ અબ્દુલ્લાને પણ 1947માં જમ્મૂ કશ્મીરના ભારતમાં વિલય માટે જવાબદાર ઠેરવી દીધા.

આ પણ જુઓઃ જાણો ભારતને અંતરિક્ષનો રસ્તો બતાવનારા વિક્રમ સારાભાઈની 5 ખાસ વાતો

અધિકારીઓએ જણાવ્યું કે બંને વચ્ચે વિવાદ વધતા તેમને અલગ અલગ રાખવામાં આવ્યા છે. ઉમરને મહાદેવ પહાડી પાસે ચેશ્માશાહી વન વિભાગ ભવનમાં રાખવામાં આવ્યા છે જ્યારે મહેબૂબા હરિ નિવાસ મહેલમાં જ છે. બંનેને જેલના નિયમો અને તેમનો હોદ્દાના હિસાબથી જમવાનું આપવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મહેબૂબાએ બ્રાઉન બ્રેડ ખાવાની ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ તે તેમને ન આપવામાં આવી. કારણ કે જેલના મેનૂમાં હિરાસતમાં લેવામાં આવેલા વીવીઆઈપી લોકો માટે એવું કાંઈ છે નહીં.

omar abdullah mehbooba mufti