ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું 99 વર્ષની વયે નિધન

06 May, 2021 12:45 PM IST  |  Chennai | Agency

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આખરી વર્ષોમાં તેમના અંગત સચિવ તરીકે સેવા આપનારા વી. કલ્યાણમ મંગળવારે ચેન્નઈમાં અવસાન પામ્યા હતા.

વી. કલ્યાણમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આખરી વર્ષોમાં તેમના અંગત સચિવ તરીકે સેવા આપનારા વી. કલ્યાણમ મંગળવારે ચેન્નઈમાં અવસાન પામ્યા હતા. ૯૯ વર્ષના કલ્યાણમનો જન્મ વર્ષ ૧૯૨૨માં શિમલામાં થયો હતો. તેઓ વર્ષ ૧૯૪૪થી વર્ષ ૧૯૪૮ સુધી ગાંધીબાપુના અંગત સચિવ હતા અને છેલ્લે બાપુ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેઓ તેમની પાસે હતા. બાપુને ગોળી વાગી ત્યારે તેઓ ‘હે રામ’ શબ્દો બોલ્યા નહોતા, એવા વી. કલ્યાણમના અગાઉના બયાનથી સૌને આંચકો લાગ્યો હતો. જોકે પછીથી તેમણે કહ્યું હતું કે ‘ગાંધીજીને હે રામ બોલતાં મેં સાંભળ્યા નહોતા.’ 

chennai national news mahatma gandhi