મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હશે જનાદેશનું અપમાન,શિવસેના, NCPના પ્રહાર

08 November, 2019 01:06 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હશે જનાદેશનું અપમાન,શિવસેના, NCPના પ્રહાર

મહારાષ્ટ્ર રાજનીતિ

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવ નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે. રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે તેના પર આજે સસ્પેન્સ ખતમ થઈ શકે છે. ગઈકાલે રાજ્યપાલ બીએસ કોશ્યારીએ કાયદાકીય પાસાઓ અને બંધારણીય મુદ્દાઓ પર આશુતોષ કુંભકોણી સાથે ચર્ચા કરી હતી. આ વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ચુક્યો છે. જેના જોતા જલ્દી જ સરકાર બની જાય તેવા આસાર ઓછા છે અને રાષ્ટ્રપતિ શાસનની આશંકાઓ ઘેરી બની છે. નવ નવેમ્બર પછી સરકારના ગઠનના તમામ વિકલ્પો બંધ થઈ જશે.

આ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ પડે છે તો આ રાજ્યના લોકોનું અપમાન હશે. આ ખોટું અને બંધારણની વિરુદ્ધમાં હશે. તેમણે કહ્યું કે મને અટલ બિહારી વાજપેયીનો સંદેશ યાદ છે કે અમે ભાગીશું નહીં, લડીશું અને અંતમાં જીતીશું. મહારાષ્ટ્ર ક્યારેય નહી ઝુકે. ધારાસભ્યોના ખરીદ વેચાણના આરોપો પર રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં જો કોઈ કર્ણાટક જેવું કરવાનો પ્રયાસ કરશે તો તેમાં સફળ નહીં થાય.

આ પણ જુઓઃ Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ

જણાવી દઈએ કે ભાજપના નેતાઓને પ્રતિનિધિ મંડળે ગઈકાલે એટલે કે ગુરૂવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પરંતુ સરકાર બનાવવાનો દાવો નથી રજૂ કર્યો. એક તરફ શિવસેના પોતાના મુખ્યમંત્રી બનાવવાની માંગણી પર અડગ છે. તો બીજી તરફ ભાજપ કોઈ સમાધાન કરવા માટે તૈયાર નથી જોવા મળી રહી. આ વચ્ચે જોડતોડની આશંકાને લઈને પાર્ટીઓ પણ સાવધાની રાખી રહી છે. શિવસેનાઓ પોતાના ધારાસભ્યોને એક હોટેલમાં રાખ્યા છે તો કોંગ્રેસના નેતા હુસૈન દલવઈએ પણ કહ્યું કે તમામ કોંગ્રેસના ધારાસભ્યો એકજૂટ છે. કોઈ પણ ધારાસભ્ય પક્ષ છોડીને નથી જઈ રહ્યો.

shiv sena bharatiya janata party nationalist congress party