Maharashtra: “પહેલા ધોરણથી માત્ર મરાઠી અને ઇંગ્લિશ...” હિન્દી ભાષા અંગે રાજ ઠાકરેએ સરકારને સ્પષ્ટ કહી દીધું

06 June, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: પહેલા ધોરણથી માત્ર બે જ ભાષા મરાઠી અને ઇંગ્લિશ ભણાવવામાં આવશે. એવી માંગ કરી મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ.

રાજ ઠાકરેની ફાઇલ તસવીર

Maharashtra: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે તરફથી ગઇકાલે રાજ્યના શાળા શિક્ષા મંત્રી દાદાજી ભૂસેને અપીલ કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ તેઓને એવું લિખિતમાં નિવેદન જારી કરવા જણાવ્યું હતું કે જેમાં લખ્યું હોય કે પહેલા ધોરણથી માત્ર બે જ ભાષા મરાઠી અને ઇંગ્લિશ ભણાવવામાં આવશે. અને હિન્દી ભાષાને ત્રીજી ભાષાનાં રૂપે અનિવાર્ય નહીં બનાવાય. જો દાદાજી ભૂસે એવું નહીં કરે તો મનસે દ્વારા આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે એવી ચીમકી પણ અપાઈ છે.

આમ, રાજ ઠાકરે દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 હેઠળ ત્રિ-ભાષાની ફોર્મ્યુલાની વિરુદ્ધમાં આ દરખાસ્ત કરવામાં આવી હતી. એનઇપી 2020 હેઠળ હિન્દીને ત્રીજી અને ફરજિયાત ભાષા બનાવવાની માંગ કરવામાં આવી હતી. જેનો રાજ ઠાકરે દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે.

રાજ ઠાકરેએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, "સરકારે (Maharashtra) અગાઉ એવી જાહેરાત કરી પહેલા પ્રથમ ધોરણથી પાંચમા ધોરણ સુધી ભણાવવામાં આવશે, પરંતુ લોકોના વિરોધ અને મરાઠી ભાષાની અસ્મિતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી કે હિન્દી ફરજિયાત રહેશે નહીં. જો કે, આમ થયું હોવા છતાં આ અંગે હજી સુધી કોઈ લેખિત આદેશ જારી કરવામાં આવ્યો નથી, જેના કારણે શાળાઓ અને વાલીઓમાં મૂંઝવણ સર્જાઈ છે."

તેઓએ ઉમેર્યું હતું કે, "માહિતી મળી રહી છે કે હિન્દી સહિત ત્રણ ભાષાઓ ભણાવવાના અગાઉના નિર્ણયના આધારે હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું પ્રિન્ટિંગ કામ પણ ઓલરેડી શરૂ થઈ ગયું છે. હવે જ્યારે પુસ્તકો છપાવવાના શરૂ જ થઈ ગયા છે તો શું સરકાર પોતાના નિર્ણયમાંથી પીછેહટ કરશે કે કેમ? એ સવાલ છે.

રાજ ઠાકરે દ્વારા અન્ય રાજ્યોના (Maharashtra) પણ ઉદાહરણ આપવામાં આવ્યા અને તેઓએ કહ્યું કે, બીજા એવા અનેક રાજ્યો છે જેઓએ દ્વિભાષી નીતિ અપનાવી છે અને મહારાષ્ટ્રે પણ તે જ દિશામાં આગળ વધવું જોઈએ. મરાઠી ભાષા અને સંસ્કૃતિ મહારાષ્ટ્રની ઓળખ છે અને તેનું કોઈપણ કિંમતે રક્ષણ થવું જરૂરી છે."

રાજ ઠાકરે દ્વારા લખવામાં આવેલા આ આ પત્ર બાદ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાષા નીતિ પર ચાલી રહેલી ચર્ચા વધુ ગરમ થઈ છે. મરાઠી ભાષાની અસ્મિતાને લઈને ફરી એકવાર રાજ ઠાકરેની સરકારને આ માગ રાજકારણ ગરમાવી શકે છે. 

જ્યારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક છે. એમ. એન. એસ. એ ભૂતકાળમાં હિન્દીને ફરજિયાત બનાવવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો અને હવે આ પત્ર તે વિરોધને વધુ મજબૂત બનાવે છે.

છેલ્લા બેક મહિનાથી મહારાષ્ટ્ર (Maharashtra)માં પ્રથમ ધોરણથી શરૂ થતાં હિન્દી ભાષાના શિક્ષણને લઈને લોકોમાં મૂંઝવણ છે. પહેલાં એવી જાહેરાત કરાઇ હતી કે વિદ્યાર્થીઓને ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ત્રણ ભાષાઓ ભણાવવામાં આવશે. જેમાં હિન્દી ત્રીજી ફરજિયાત ભાષા હશે. પણ મનસેએ અવાજ ઉઠાવ્યો છે. રાજ ઠાકરેએ તો જણાવ્યું કે "તીવ્ર જનભાવનાના આક્રોશ સામે આખરે સરકારે એવી જાહેરાત કરી કે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવશે નહી”

mumbai news mumbai raj thackeray maharashtra political crisis political news Education maharashtra navnirman sena