નેતાજીના બગડ્યા બોલ: કરચલાના કારણે થઈ 19 લોકોની મોત !

06 July, 2019 09:37 PM IST  | 

નેતાજીના બગડ્યા બોલ: કરચલાના કારણે થઈ 19 લોકોની મોત !

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર્ની રત્નાગિરી નદી પર બાંધવામાં આવેલ ડેમ તૂટી જતા 19 લોકોના મોત થયા હતા. NDRFની ટીમે અત્યાર સુધી 19 લોકોના મોતની પુષ્ટી કરી ચૂક્યું છે જો કે હજુ પણ 4 લોકો ગાયબ છે અને તેમની શોધ ચાલુ છે એકતરફ ઘટનાને લઈને સ્થાનીય લોકોમાં સરકાર અને પ્રસાશન સામે રોષ છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રની ફડ્ણવીસ સરકારના પ્રધાનનાં આધાર વગરના નિવેદન માટે પણ લોકમાં રોષ વધી રહ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના પાણી પૂરવઠા પ્રધાન તાનાજી સાવંતે રત્નાગિરીમાં ડેમ પડવા માટે કરચલાને જવાબદાર ગણાવ્યા છે. તાનાજી સાવંત અનુસાર ડેમમાં કરચલા હોવાના કારણે ડેમ પડી ગયો હતો. તાનાજી અનુસાર ડેમની આજુબાજુમાં કરચલા ભેગા થઈ ગયા હતા જેના કારણે ડેમમાં તિરાડ પડી અને તૂટી ગયો. પાણી પૂરવઠા પ્રધાનના આવા આધાર વગરના નિવેદન પછી ફડણવીસ સરકારની મજાક ઉડાવવામાં આવી રહી છે. એક તરફ વિરોધી પાર્ટીઓ તાનાજી સાવંતને લઈને રાજકારણ કરી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો પણ આવા નિવેદનથી ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાનાજી સાવંત દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં શિવસેનાના પ્રધાન છે. રત્નાગિરીમાં આ ડેમનું નિર્માણ પણ શિવસેનાના ધારાસભ્ય સદાનંગ ચવ્હાણની કંપની દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ડેમ પડવાથી 23 લોકો વહી ગયા હતા જેમાં 19 લોકોની શવ શોધવામાં આવ્યા છે જ્યારે 4 લોકો લાપતા છે.

 

national news gujarati mid-day