દુષ્કાળથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર પર થશે કૃત્રિમ વરસાદ

29 May, 2019 09:34 AM IST  | 

દુષ્કાળથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર પર થશે કૃત્રિમ વરસાદ

મહારાષ્ટ્ર પર થશે કૃત્રિમ વરસાદ

મહારાષ્ટ્રમાં ભીષણ ગરમીના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં દુષ્કાળ પડી રહ્યો છે. દુષ્કાળને લઈને મહારાષ્ટ્ર સરકારને આ વર્ષના ચોમાસા દરમિયાન ક્લાઉડ સિડિંગ માટે 30 કરોડ રુપિયા ફાળવવામાં આવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આર્ટિફિશ્યલ કહેનારા વરસાદનો ઉપયોગ પહેલા મહારાષ્ટ્રમાં જ કરવામાં આવ્યો હતો. આ ટેકનિક ઉપયોગ 2003માં પહેલીવાર કરવામાં આવ્યો હતો.

જ્યારે પહેલીવાર મહારાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્રના 22 તાલુકાઓમાં વરસાદ કરાવવામાં આવ્યો હતો અને સરકારે આ પ્રક્રિયા પર 5.5 કરોડ રુપિયા ખર્ચો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં વધતા જતા દુષ્કાળને લઈને કૃત્રિમ વરસાદ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે દેશોમાં પાણીની સમસ્યા છે તેમાં ખાસ આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સાવધાન ! ઈ-મેમો ભરપાઈ ન કરનારનું લાઈસન્સ હવે 10 દિવસમાં રદ કરાશે

1940ના દશકમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે આશરે 60 જેટલા દેશોમાં કૃત્રિમ વરસાદ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકન હવામાન મોડિફિકેશન ઈનકોર્પોરેશન ઘણા દેશોમાં આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યું છે. આ હાઈગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગની રચના કરી હતી જેમાં વાદળોમાં સોડિયમ મૈગ્રીશિયમ અને પોટેશિયમ જેવા રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન અને ભારતે પણ કૃત્રિમ વરસાદમાં રસ દાખવ્યો છે. બેઈજિંગ ઓલમ્પિકમાં 2008 દરમિયાન કૃત્રિમ વરસાદ કરાવીને આકાશ સાફ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા.