ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડનાર વાહનચાલકો પર ડિજિટલ સકંજો કસવાની તૈયારીઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો અપાય છે પરંતુ અમદાવાદીઓ તેનો દંડ ભરતા નથી.
આ વાહનચાલક હવે પોતાનો દંડ ભર્યા વગર રાજ્યની કોઈ આરટીઓમાં પોતાનું કામ નહીં કરાવી શકે. ઈ-મેમોનો દંડ ૧૦ દિવસમાં જો નહીં ભરે તો તેઓનું લાઈસન્સ પણ રદ થઈ જશે. ટ્રાફિક અને આરટીઓ સાથે મળીને આ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ કરી રહ્યા છે. જેથી વાહનચાલકોને બેદરકારીભર્યું વલણ હવે મોંઘું પડશે.
આ પણ વાંચો : અમદાવાદઃ ઈ-મેમોને ટાળવાનો પ્રયાસ કરશો તો થઈ શકે છે 10 વર્ષની જેલ
આ અંગે આરટીઓ એસ. પી. મુનીઆએ જણાવ્યું હતું કે ‘ટ્રાફિક વિભાગ દ્વારા આવાં વાહનોની યાદી અમને મોકલવામાં આવે છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યા પછી વાહનચાલકે તેમનાં ચલણ ચૂકવ્યાં નથી. આવાં વાહનોનું લિસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં દસ દિવસની અંદર જો દંડ નહીં ભરાય તો લાઈસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરાશે. રાજ્યનાં તમામ આરટીઓ વાહન સોફ્ટવેર હેઠળ આવરી લેવાયેલા હોવાથી વાહનચાલકને અપાતા મેમોની જાણકારી બધી જ આરટીઓ કચેરી પાસે પહોંચી રહી છે.
ગુજરાત પોલીસને આજે ઉપરાષ્ટ્રપતિના હસ્તે નિશાન અવૉર્ડ એનાયત કરાશે
Dec 15, 2019, 10:57 ISTરાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ૧૦ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર
Dec 15, 2019, 10:50 ISTસરકારનો ખુલાસો, એક અઠવાડિયામાં ૧૫૦૦ જગ્યા માટે ભરતી બહાર પડશે
Dec 15, 2019, 09:46 ISTગીરમાં લાયન્સ કેટલા?
Dec 15, 2019, 09:27 IST