UPમાં કાલે 100 કરોડનો દારૂ વેચાયો, મહારાષ્ટ્રમાં 2000 કરોડનું ટારગેટ

05 May, 2020 07:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

UPમાં કાલે 100 કરોડનો દારૂ વેચાયો, મહારાષ્ટ્રમાં 2000 કરોડનું ટારગેટ

પ્રતીકાત્મક તસવીર

40 દિવસથી કામકાજ બંધ હોવાને કારણે તમામ સરકારોના ખજાના ખાલી થઈ ગયા છે અને સરકારોની મોટી આસા દારૂની કમાણીમાંથી છે. આ જ કારણ છે કે દેશના લગભગ બધાં રાજ્યોના મયખાના ખુલી ગયા છે અને લોકો લાંબી લાંબી લાઇનો લગાડીને પણ દારૂ ખરીદી રહ્યા હતા. દારૂના શોખીનોને જોતાં સરકારી ખજાના ઝડપથી ભરાય તેવી શક્યતા છે.

દારૂની દુકાનો ખુલ્યા બાદ મહારાષ્ટ્રમં દારૂની દુકાનો પર ભીડ ઉમટી પડી હતી. આ ભીડ જોતાં મહારાષ્ટ્ર આબકારી વિભાગ ફક્ત મે મહિનામાં દારૂના વેંચાણથી લગભગ 2000 કરોડની કમાણીનું લક્ષ્ય રાખ્યું છે. આબકારી વિભાગના અધિકારી પ્રમાણે મહારાષ્ટ્ર સરકારને દારૂના વેંચાણથી લગભગ દરરોજ 100 કરોડની આવક થશે. મહારાષ્ટ્ર સરકારને દર મહિને દારૂના વેંચાણથી 1500 કરોડ રૂપિયાનું રાજસ્વ મળે છે. દારૂની દુકાનો બંધ રહેવાને કારણે આટલા રૂપિયાનું નુકસાન સરકારને થઈ રહ્યું હતું.

દિલ્હીમાં 70 ટકા મોંઘો થયો દારૂ
જ્યારે દિલ્હીમાં ચાર મેના દુકાનો ખુલી તો ઘણી મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનોમાં પહોંચી ગયા. દારૂની ખરીદી માટે લાંબી લાંબી લાઇનો લાગી. આ જોતાં રાજ્ય સરકારે દારૂની હાલની કિંમમાં વધારો કરતા 70 ટકા સ્પેશિયલ કોરોના ફી લગાડવાનો નિર્ણય લીધો છે. તેથી હવે જે દારૂ 1000 રૂપિયામાં મળતો હતો તેની કિંમત 1700 રૂપિયા થઈ ગઈ. દિલ્હી સરકારને આશા છે કે, આ પગલાંથી દુકાનોમાં ભીડ ઘટશે. સાથે જ કમાણીના પૈસા દરદીઓની સારવારમાં આપવામાં આવશે.

દારૂની દુકાનો ખુલવાના પહેલા જ દિવસે એટલે કે 4મેના ઉત્તર પ્રદેશમાં 100 કરોડ રૂપિયાથી વધારેનો દારૂ વેંચાયો. ફક્ત લખનઉમાં કાલે સાડા છ કરોડથી વધારે રકમનો દારૂ વેંચાયો. કર્ણાટક સરકારને 45 કરોડનું રાજસ્વ મળ્યું. અહીં 3.9 લાખ લીટર બિયર અને 8 લાખ લીટર આઇએમલનું વેંચાણ થયું.

એમપીમાં પણ ખુલી ગઈ દારૂની દુકાનો
મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પણ કમાણી અને કોરોનાના જોખમ વચ્ચે દિવસ આખાની ઉહાપોહ બાદ આખરે કમાણી નકારી શકી નહીં. મધ્યપ્રદેશમાં આજથી દારૂની દુકાનો ખોલી દેવામાં આવી. ગ્રામીણ રેડ ઝૉન, ઑરેન્જ અને ગ્રીન ઝૉનની દારૂની દુકાનો ખોલી દેવામાં આવી છે. ફક્ત ઇન્દોર, ભોપાળ અને ઉજ્જૈનમાં દારૂની દુકાનો ખુલી નથી.

52800 રૂપિયાના દારૂના વેંચાણની બડાઇ પડી ભારે, દુકાનદાર પર FIR, ગ્રાહકની શોધ ચાલું

કર્ણાટકના એક વ્યક્તિઓ 52841 રૂપિયાનો દારૂ ખરીદીને પોતાની બડાઇ કરવા સોશિયલ મીડિયા પર બિલ પોસ્ટ કરી દીધો. જોતજોતામાં બિલ તો વાયરલ થયો. જો કે દારૂ વેચનાર દુકાનદાર માટે મુસીબત ઊભી થઈ ગઈ. બેંગલુરુનો આબકારી વિભાગ સાવધાન થઈ ગયો અને દુકાનો પર વ્યક્તિદીઠ નક્કી કરાયેલ માત્રા કરતા વધારે દારૂ આપવાને કારણે દુકાનદાર એસ બેંકટેશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બૅંગલુરુની એક વ્યક્તિએ દારૂની દુકાન ખુલતાં જ 52,841 રૂપિયાનો દારૂ ખરીદી લીધો. 48.5 લીટર દારૂનો આ બીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. જણાવવાનું કે વ્યક્તિદીઠ વિદેશી દારૂ (IMFL) 2.6 લીટર અને 18 લીટર બીયરથી વધારે દારૂ વેંચવો ગુનો છે. જ્યારે દુકાનદારે ગ્રાહકને 13.5 લીટર દારૂ અને 35 લીટર બીયર વેચી છે તેથી દુકાનદાર એસ બેંકટેશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

national news maharashtra covid19 coronavirus uttar pradesh lucknow