જેના નામથી કાંપતા હતા દાઊદ અને રાજન, તે પ્રદીપ શર્મા હવે કરશે રાજનીતિ

20 July, 2019 12:05 PM IST  |  મુંબઈ

જેના નામથી કાંપતા હતા દાઊદ અને રાજન, તે પ્રદીપ શર્મા હવે કરશે રાજનીતિ

પ્રદીપ શર્મા હવે કરશે રાજનીતિ

100થી વધુ અંડરવર્લ્ડ ગેંગસ્ટરનો ખાતમો કરનાર મહારાષ્ટ્ર પોલીસના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે રાજનીતિમાં પોતાનું ભાગ્ય અજમાવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના તેમને ઉમેદવાર બનાવી શકે છે.

પ્રદીપ શર્માએ 1983માં મહારાષ્ટ્ર પોલીસ જોઈન કર્યું હતું. તેમની બેચના બે પોલીસ ઑફિસર હતા જેમનું ખૂબ નામ થયું હતું. એક હતા શહીદ વિજય સાલસ્કર અને બીજા પ્રુફુલ્લ ભોંસલે. આ ત્રણેયે દાઊદ, છોટા રાજન અને અરૂણ ગવલી ગેંગના લગભગ 300 અપરાધીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

1990ના દાયકામાં જ્યારે મુંબઈમાં અંડરવર્લ્ડનું સામ્રાજ્ય પોતાની ચરમસીમાએ હતું ત્યારે પોલીસના આલા અધિકારીઓએ ફૈસલા ઑન ધ સ્પોટ એટલે કે એનકાઉંટર કરવાનું મન બનાવી લીધું હતું. જેના માટે ત્રણ અધિકારીઓને છુટો દોર આપવામાં આવ્યો હતો. જેમાં પ્રદીપ શર્મા, વિજય સાલસ્કર અને પ્રુફલ્લ ભોંસલે હતા.

આ ત્રણેય 1983 બેચના હતા. તેમણે જે રીતે ધનાધન એનકાઉન્ટર કર્ય તે બાદ 1983ની બેચ કિલર બેચ તરીકે ઓળખાતી હતી. આ ત્રિપુટીના પરાક્રમો પર અનેક ફિલ્મો પણ બની ચુકી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

વર્ષ 2008માં પ્રદીપ શર્મા પર ફેક એન્કાઉન્ટરનો આરોપ લાગ્યો અને તેમને 13 પોલીસવાળાઓ સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ પોલીસ ટીમે કોર્ટમાં કેસ કર્યો અને તેમને સફળતા મળી. આ લોકોને ફરીથી સર્વિસમાં લેવામાં આવ્યા. પ્રદીપ શર્મા ફરીથી ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે 2017માં દાઊદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી.

national news