મહારાષ્ટ્રમાં 55% અને હરિયાણામાં 62% મતદાન થયું, 24મીએ મત ગણતરી

21 October, 2019 08:25 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં 55% અને હરિયાણામાં 62% મતદાન થયું, 24મીએ મત ગણતરી

Mumbai : સોમવારે હરિયાણાની 90 અને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે મતદાન પુરૂ થઇ ગયું છે. મળતી માહિતી મુજબ સાંજે 6 વાગ્યા સુધી હરિયાણામાં 62% અને મહારાષ્ટ્રમાં 55% મતદાન નોંધાયું છે. હવે 24મી ઓક્ટોબરના રોજ મત ગણતરી થશે પરિણામ જાહેર થશે. હરિયાણાની વાત કરીએ તો મુખ્યપ્રધાન ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું


બંને રાજ્યોમાં મતદાન સમયે બૂથ પર હિંસક અથડામણ થઇ હતી
હરિયાણાના મેવાત જિલ્લામાં ચાર બૂથ પર હિંસક અથડામણ થઇ. મહારાષ્ટ્રના પિંપર ચિંચવાડમાં શિવસેના અને એનસીપીની સમર્થકો બાખડ્યા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેના 126 અને ભાજપના 150 ઉમેદવારો મેદાને
હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. હરિયાણામાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.


ગુજરાત સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણી માટે મતદાન થયું
ભારતમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણની સાથે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ,બિહાર, સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશની 11, બિહાર અને કેરળમાં 5-5, પંજાબ, આસામમાં 4, સિક્કિમની 3, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુમાં 2-2, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલય, ઓરિસ્સા અને તેલંગણાની 1-1 બેઠક સામેલ છે.

આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

ચૂંટણી મેદાનમાં 3237 ઉમેદવાર
મહારાષ્ટ્રની 288 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 3237 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1400 અપક્ષ ઉમેદવાર છે. અહીં શિવસેના-ભાજપ ગઠબંધનનો મુકાબલો કોંગ્રેસ-NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ગઠબંધન સાથે છે. રાજ્યમાં સૌથી વધારે 262 બેઠકો પર બહુજન સમાજ પાર્ટી(બસપા) ચૂંટણી લડી રહી છે. સાથે જ ભાજપે 150, શિવસેનાએ 126, કોંગ્રેસે 147 , NCP121 અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(મનસે)101 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે.

Election 2019 mumbai news haryana