શું છે મહાપરિનિર્વાણ દિવસ? ડૉ. આંબેડકરની પુણ્યતિથિ કેમ ઉજવાય છે આ રીતે?

06 December, 2022 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરવર્ષે 6 ડિસેમ્બરના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર (Dr. Bhimrao Ramji Ambedkar), જેમને આપણે બધા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના (Dr. Babasaheb Ambedkar) નામે પણ ઓળખીએ છીએ. ડૉક્ટર આંબેડકરને (Dr. Ambedkar) સંવિધાનના જનક (Father of Constitute) કહેવામાં આવે છે. છ ડિસેમ્બર (6 December) 1956ના તેમનું નિધન (Died) થયું હતું. દર વર્ષે છ ડિસેમ્બરના દિવસે બાબા સાહેબની પુણ્યતિથિને (Death Anniversary) મહાપરિનિર્વાણ દિવસ (Celebrated as Mahaparinirvan Diwas 2022) તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ ઉજવવાનું કારણ છે બાબા સાહેબને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવી. જાણો શું છે મહાપરિનિર્વાણ દિવસ અને બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના દિવસે ઉજવવાનું મહત્વ.

શું છે મહાપરિનિર્વાણ (What is Mahaparinirvan)
પરિનિર્વાણનો અર્થ છે `મૃત્યુ પશ્ચાત નિર્વાણ` એટલે મૃત્યુ પછી નિર્વાણ. પરિનિર્વાણ બૌદ્ધ ધર્મના અનેક પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યોમાનું એક છે. આ પ્રમાણે, જે વ્યક્તિ નિર્વાણ કરે છે તે સાંસારિક મોહ માયા, ઈચ્છા અને જીવનની પીડામાંથી મુક્ત રહે છે. સાથે જ તે જીવન ચક્રથી પણ મુક્ત રહે છે. પણ નિર્વાણ પામવવું એટલું સરળ નથી હોતું. આ માટે સદાચારી અને ધર્મસમ્મત જીવન પસાર કરવું પડે છે. બૌદ્ધ ધર્મમાં 80 વર્ષમાં ભગવાન બુદ્ધના નિધનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.

ડૉક્ટર આંબેડકરની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવાનું મહત્વ
ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમણે સમાજમાંથી છૂત-અછૂચ સહિત અનેક પ્રથાઓ ખતમ કરવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું માનવું છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડૉ આંબેડકરની જેમ સદાચારી હતા. બૌદ્ધ અનુયાયીઓ પ્રમાણે ડૉ. આંબેડકર પણ પોતાના કાર્યોથી નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : Mumbaiમાં 5થી 7 ડિસેમ્બર સુધી આ રસ્તા કરવામાં આવ્યા બંધ

જણાવવાનું કે ડૉક્ટર આંબેડકરે અનેક વર્ષ બૌદ્ધ ધર્મનું અધ્યયન કર્યું અને 14 ઑક્ટોબર 1956ના તેમણે બોદ્ધ ધર્મ સ્વીકાર્યો. મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ બૌદ્ધ ધર્મના નિયમ પ્રમાણે જ કરવામાં આવ્યા હતા. મુંબઈની દાદર ચોપાટીમાં જે જગ્યાએ ડૉક્ટર આંબેડકરના અંતિમ સંસ્કાર થયા હતા, તેને હવે ચૈત્ય ભૂમિના નામે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : Gujarat Election:અંતિમ તબક્કાના મતદાન દરમિયાન રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું આવું

કેવી રીતે ઉજવાય છે મહાપરિનિર્વાણ દિવસ
સંવિધાન નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છ ડિસેમ્બરના દિવસે લોકો તેમની પ્રતિમા પર ફૂલ-માળા ચડાવે છે અને દીપ, મીણબત્તી પ્રગટાવે છે. ત્યાર બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્ય ભૂમિ પર પણ લોકોની ભીડ એકઠી થાય છે. આ દિવસે બૌદ્ધ ભિશ્રુ સહિત અનેક લોકો પવિત્ર ગીતો ગાય છે અને બાબા સાહેબના નામે નારેબાજી પણ કરવામાં આવે છે.

babasaheb ambedkar national news