MP: કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયા જોડાઈ શકે છે બીજેપીમાં

10 March, 2020 10:33 AM IST  |  Madhya Pradesh

MP: કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયા જોડાઈ શકે છે બીજેપીમાં

જ્યોતિરાદિત્ય સિંઘિયા

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ચાલી રહેલા પૉલિટિકલ ડ્રામાની વચ્ચે હવે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર આજે હોળીના તહેવારના દિવસે કૉંગ્રેસના મહાન નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયા (Jyotiraditya Scindia) કૉંગ્રેસને 'ગુડ-બાય' કહીં શકે છે. આજે જ્યોતિરાદિત્ય સિંઘિયાના પિતાની 75મા જંયતિ છે અને આ જ અવસરે તે મોટી જાહેરાત કરી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય જ્યોતિરાદિત્ય સિંઘિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ લીધો છે. આ મુલાકાત વડોદરાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના આ પૂરા ઑપરેશનની કમાન બીજેપી તરફથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને આપવામાં આવી હતી.

જાણવી મળી રહ્યું છે કે આજના દિવસે છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પ્રદેશના રાજકારણ ઉથલ-પાથલ જોવા મળી રહી છે. બીજેપીએ જ્યોતિરાદિત્ય સિંઘિયાને એવા ઑફર્સ આપ્યા છે જેનો તેઓ ઈનકાર કરી શક્યા નહીં. માનવામાં આવે છે કે ભાજપમાં જોડાયા બાદ પાર્ટી તેમને કેન્દ્રીય રાજકારણનો ભાગ બનાવશે.

jyotiraditya scindia Kamal Nath madhya pradesh national news bharatiya janata party congress