ભાજપના વિજયની ભવિષ્યવાણી કરનાર પ્રોફેસર સસ્પેન્ડ

10 May, 2019 07:40 AM IST  |  ભોપાલ

ભાજપના વિજયની ભવિષ્યવાણી કરનાર પ્રોફેસર સસ્પેન્ડ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ

મધ્ય પ્રદેશમાં એક પ્રોફેસરને ભાજપનો વિજય થશે એવી ભવિષ્યવાણી કરવી મોંઘી પડી. ઉજ્જૈનની વિક્રમ કૉલેજના પ્રોફેસર રાજેશ્વવર શાસ્ત્રી મુસલગાંવકરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર કહ્યું કે ભાજપ આ લોકસભા ચૂંટણીમાં ભાજપ ૩૦૦ કરતાં વધારે બેઠકો પર વિજયી થશે. આ પોસ્ટને ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનું માનતાં કૉલેજ પ્રશાસને તેમને સસપેન્ડ કરી દીધા છે.

કૉલેજ પ્રશાસને પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા હોવાની પુષ્ટિ કરી હતી. જોકે બાદમાં મુસલગાંવકરે પોતાની પોસ્ટને સોશ્યલ મીડિયા પરથી હટાવી દીધી હતી. આ સાથે તેમણે માફી માગતાં કહ્યું હતું કે તેમણે જે દાવો કર્યો હતો એ જ્યોતિષશાસ્ત્રના આધારે કર્યો હતો.

લોકસભા ચૂંટણીનું મતદાન સમગ્ર દેશમાં ધમધોકાર રીતે ચાલી રહ્યું છે અને હજી પણ અંતિમ બે તબક્કાઓનું મતદાન બાકી છે. સત્તારુઢ એનડીએ ફરીથી સત્તા પર આવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી રહી છે, જ્યારે કૉન્ગ્રેસ સહિત તમામ વિપક્ષો મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

national news congress bharatiya janata party Election 2019 madhya pradesh