તેજસ એક્સપ્રેસ મોડી થઈ તો હોસ્ટેસે કહ્યું Sorry, મુસાફરોને આપી આ ભેટ

20 October, 2019 11:09 AM IST  |  લખનઊ

તેજસ એક્સપ્રેસ મોડી થઈ તો હોસ્ટેસે કહ્યું Sorry, મુસાફરોને આપી આ ભેટ

તેજસ એક્સપ્રેસ

ક્ષમા કરો...તમારી ટ્રેન મોડી પડી છે. આઈઆરસીટીસી તેજસ એક્સપ્રેસમાં તમને થયેલી અસુવિધા બદલ ખેદ છે. શનિવારે જ્યારે તેજસ એક્સપ્રેસ લખનઊથી રવાના થઈ તો ટ્રેન હોસ્ટેસે ખાનપાસ સામગ્રી પર સૉરીનું સ્ટીકર લગાવીને મુસાફરોને વિતરણ કર્યું. એટલું જ નહીં લખનઊથી નવી દિલ્હી જતા મુસાફરોને ગાઝિયાબાદમાં ફ્રી લંચ તેમજ ચા અને કૉફી પણ આપવામાં આવી. શુક્રવારે મોડી રાત્રે લખનઊ જંક્શન પર શંટિંગ દરમિયાન કૃષક એક્સપ્રેસના ડબ્બા ઉતરી જતા તેજસ એક્સપ્રેસ મોડી પડી. ચાર ઑક્ટોબરથી શરૂ થયેલી તેજસ એક્સપ્રેસ પહેલી વાર મોડી પડી છે. અત્યાર સુધી તે સમય પહેલા પહોંચતી હતી.


કોર્પોરેટ સેક્ટરની દેશની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસ એક કલાકથી વધુ મોડી થાય તો 100 અને બે કલાકથી વધુ મોડી થાય તો 250 રૂપિયા રીફંડ આપવા માટે IRCTCએ તમામ મુસાફરોને લિંક મોકલી દીધી છે. લખનઊથી 500 મુસાફરોએ ટિકિટ કપાવી હતી જ્યારે 450 રવાના થયા. જ્યારે નવી દિલ્હીથી 500 મુસાફરોએ તેજસની સફર કરી. તેજસ એક્સપ્રેસ સવારે 6.10 વાગ્યના બદલે 8.57 વાગ્યે રવાના થઈ. રીટર્નમાં તે બપોરે 3.35ની જગ્યાએ 5.30એ રવાના થઈ.

આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

આઈઆરસીટીસીના સીઆરએમ અશ્વિની શ્રીવાસ્તવે જણાવ્યું કે લખનઊથી નવી દિલ્હી જતા મુસાફરોને ફ્રીમાં લંચ કરાવવામાં આવ્યું. તેમને સૉરી લખેલું સ્ટીકર આપવામાં આવ્યું અને રીફંડ માટે લિંક પણ મોકલી દેવામાં આવી છે.

lucknow irctc